બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભોળાનાથની ભક્તિ કરવી મોંઘી! શ્રાવણ મહિનો શરૂ થતાં ફૂલનાં ભાવમાં 30 ટકાનો વધારો
Last Updated: 12:08 PM, 5 August 2024
શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફૂલોનો ભાવ આસમાનો પહોંચી જવા પામ્યો છે. અમદાવાદનાં ફૂલ બજારમાં એકાએક ફૂલોનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવા પામ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જે ફૂલનાં ભાવ 50 થી 60 રૂપિયા કિલો હતા. એના ભાવ 250 સુધી પહોંચ્યા છે. ત્યારે એકાએક ભાવ વધતા ગુલાબનો હાર રૂા. 50 ની જગ્યાએ હવે 70 રૂપિયામાં વેચાય છે.
ADVERTISEMENT


ADVERTISEMENT
ભીના ફૂલોનો ભાવ ઘટ્યો
આ સમગ્ર બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફૂલનું પ્રોડક્શન ઓછું થતા ભાવમાં વધારો થયો છે. હાલમાં મહારાષ્ટ્રનાં નાસિકમાંથી ફૂલોની ઓછી આવકનાં કારણે ગુલાબનાં ગોટા, પીળા ફૂલ અને કેસરી ગોટાનાં ભાવમાં વધારો થયો હતો. સૂકા ફૂલનો ભાવ વધ્યો , તેમજ ભીના ફૂલનો ભાવ એકમદ તળિયે જોવા મળી રહ્યો છે. ભીના ફૂલ ગણતરીનાં કલાકોમાં ખરાબ થઈ જતા હોવાને કારણે ભીના ફૂલનો ભાવ ઘટ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

ADVERTISEMENT
ફૂલોનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો
અમદાવાદનાં ફૂલ માર્કેટમાં ફૂલોનાં ભાવ વધારાને લઈ વેપારીએ જણાવ્યું હતું કે, ચારે બાજુ વરસાદ હોવાનાં કારણે આ વખતે ફૂલનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવા પામ્યો છે. અમે ઈન્દોર, ઉજ્જૈનમાંથી જે ફૂલો મંગાવીએ છીએ. તે માલ પણ વેચાશે કે નહી તેને લીધે અમે મૂંઝવણ અનુભવીએ છીએ. તેમજ અમુક ગ્રાહક ફૂલની ક્વોલીટી જોવે છે તે અમુક ગ્રાહકો ફૂલની ક્વોન્ટીટી જોવે છે. જેનાં કારણે 20 થી 30 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.