બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / ગુજરાતભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

શ્રાવણ 2024 / ગુજરાતભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

Last Updated: 11:55 AM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવ મંદિરમાં ભગવાન શિવનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તો બીજી તરફ શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

1/5

photoStories-logo

1. સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી

ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથનાં દરિયાકાંઠે આવેલ છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર હોઈ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજુ ઉઠ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વહેલી સવારથી જ શિવભક્તો ઉમટ્યા મહાદેવના દર્શનાર્થે

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. મહીસાગર જીલ્લાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર લુણાવાડાનું પૌરાણિક લુણેશ્વર તેમજ અખાડા સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવનાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પવિત્ર શ્રાવમ માસની શરૂઆત પ્રથમ સોમવારથી થતા શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પવિત્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારને લઇને શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તેવામાં ભવનાથ તળેટીમાં આવેલ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી છે. સવારે 4 વાગ્યાથી ભક્તો મંદિરે કતાર લગાવીને મહાદેવના દર્શન માટે પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જામનગર ખાતે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી

72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો સંયોગ. આજથી ભોળેનાથને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. છોટા કાશી"ના નામથી પ્રચલિત અને શિવજીની નગરી એવા જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. છોટી કાશીનું બિરુદ્ધ જેના થકી જામનગરને પ્રાપ્ત થયું છે. એવા કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી લાગી કતારો લાગી હતી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ચો તરફથી શિવજીના દર્શન થાય છે. દૂધ, પંચામૃત, જળ, શેરડીનો રસ, નાળીયેલનું પાણી જેવી અલગ-અલગ વસ્તુઓ દ્વારા મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મહાદેવજી પર દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવ્યો

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. મહાદેવજી પર દૂધનો અભિષેક કરી ફળ-ફૂલ-પ્રસાદી અર્પણ કરી ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે.. ત્યારે અમદાવાદના પ્રખ્યાત પરમેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.. અહિં આ મંદિરમાં પારદનું શિવલિંગ આવેલું છે. કહેવાય છે પારતનું શિવલિંગની પૂજા એ સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે ભોળાનાથને મનાવવા મહાદેવ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં લાઇન લગાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan 2024 Ghodapur of Devotees Somnath Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ