બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 29% increase in annual cardiac cases in Gujarat

ચિંતાજનક સ્થિતિ / ગુજરાતમાં વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29%નો વધારો, 108ને આવે છે રોજના 4200 કૉલ, યુવાનો સાચવીને રહેજો

Vishal Khamar

Last Updated: 07:06 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે ગરબા રમતા યુવક-યુવતીઓમાં કાર્ડિયાક એટેકથી મોત થતા તંત્ર દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટનાં બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્ર તેમજ ગરબા આયોજકો દ્વારા આગોતરૂ આયોજન કર્યું છે.

  • રાજ્યમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો
  • યુવક યુવતીઓનું કાર્ડિયાક એટેક થી મોત થતા તંત્ર નું આયોજન
  • નવરાત્રી સમયે હોટ લોકેશન પર ઈમરજન્સી 108 તૈનાત રહેશે

 નવરાત્રીમાં ગરબા રમતા રમતા યુવક- યુવતીઓને હાર્ટ એટેકથી મોત ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રી સમયે ઈમરજન્સી 108 હોટ લોકેશન પર તહેનાત રાખવામાં આવશે. તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિતનાં લોકેશન પર 108 ની ટીમ તહેનાત રહેશે.  તેમજ ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટેની ટીમ પણ હાજર રહેશે.  તેમ ઈમરજન્સી 108 નાં સીઓઓ  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું. 

4 હજાર 200માંથી કાર્ડિયાકના 250 કેસ આવી રહ્યા છે: ડૉ.જસવંત પ્રજાપતિ 
આ બાબતે 108 ઈમરજન્સીનાં સીઓઓ  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં હાલમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ 108 ઈમરજન્સી સેવા મારફતે ગુજરાત સરકારે કાર્યાન્વિત કરેલી છે. આ સમગ્ર સેવાની જો તાજેતરમાં વાત કરવામાં આવે તો રોજનાં 4000 થી 4200 જેટલા કેસ સમગ્ર ગુજરાતમાં હેન્ડલ કરીએ છીએ. જો કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસની વાત કરીએ તો  લગભગ પાંચથી છ ટકા કિસ્સાઓ કાર્ડિયાક ઈમરજન્સીનાં છે.

ડો.જશવંત પ્રજાપતિ (સીઓઓ 108 ઇમરજન્સી)

વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29.39 નો વધારો ઃ ડો.જશવંત પ્રજાપતિ (સીઓઓ 108 ઇમરજન્સી)

રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળે છે. 4200 માંથી કાર્ડિયાકનાં 250 કેસ આવી રહ્યા છે. ત્યારે કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વાર્ષિક કાર્ડિયાક કેસમાં 29.39 નો વધારો થયો છે. વર્ષ 2022 માં કાર્ડિયાકનાં 49 હજાર 321 કેસ નોંધાયા છે. વર્ષ 2023 નાં અંતમાં કાર્ડિયાક કેસનો આંક 63 હજાર 109 થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ