બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2700 kg of suspected ghee was seized in the Red of Food and Drugs Department
Last Updated: 09:42 AM, 20 April 2024
પાલનપુરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હિતેશ મોદીની ધાન્વી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે રેડ કરી રૂા. 17 લાખનો 2700 કિલો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પેઢીમાંથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘી નાં 6 સેમ્પલ અને લુઝ ઘી નાં સેમ્પલ મળી કુલ 7 સેમ્પલ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જે સેમ્પલને ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતાય તેમજ 2700 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

વહેલી સવારે આકસ્મિક રેડ કરી મોટો ઘી નો જથ્થો ઝડપ્યો
પાલનપુર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વાર ધાન્વી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમ્યાન ઘી નો મોટો જથ્થો ઝડપાયો હતો. જે આજુબાજુનાં ગામોમાં મોકલવાનો હતો. ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અગાઉ અલગ અલગ કેસમાં ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો છે
ડીસાનો હિતેશ મોદી અગાઉ પણ શંકાસ્પદ ઘી ની બનાવટમાં ઝડપાયો છે. જેમાં તેને ત્રણ અલગ અલગ કેસમાં 21 લાખ જેટલો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું હતું કે, હિતેશ મોદી દ્વારા બહારથી તૈયાર સસ્તુ ઘી લાવી તેના પર અલગ અલગ બ્રાન્ડનાં પેકિંગ લગાવી ગુજરાત, રાજસ્થાનનાં અંતરિયાળ ગામોમાં વહેંચવાની કામગીરી કરવામાં આવતી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.