બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 08:49 AM, 22 January 2024
ADVERTISEMENT
જે દિવસની લાખો લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે રાહ સમાપ્ત થવામાં થોડા કલાકો બાકી છે. ભગવાન રામનું અયોધ્યા આવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થવાનું છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે. આ દિવસે તમે પણ ઘરમાં આ 7 શુભ કાર્યો કરીને ભગવાન રામની કૃપા મેળવી શકો છો. આ ઉપાયોથી ઘરનું વાતાવરણ સકારાત્મક તો રહેશે જ પરંતુ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વધશે.
ADVERTISEMENT
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે આ કામ કરો
ખીરનો ભોગ લગાવો
22 જાન્યુઆરીનાં દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લો. ઘરની સાફ-સફાઇ કરો. ત્યારબાદ કેસરની ખીર બનાવો. ખીરમાં મખાના અને પંચમેવો જરૂર ઉમેરો. અયોધ્યામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ તમારા ઘરે ભગવાન રામને ખીરનો ભોગ લગાવો. આ પ્રસાદને લોકોમાં પણ વહેચો.
દીવા પ્રગટાવો
ઘરની ચારે બાજુ દીવા પ્રગટાવો. ઘરનાં મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.
પીળા ફળોનું દાન કરો
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને બંને એટલા પીળા ફળોનું દાન કરો. ગરમ કપડાનું દાન કરો. તમારા કામથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામ તમારા ઘરે જરૂર આવશે.
ઘરે શંખ ફુંકવો
આ દિવસે શંખ ફુંકીને ઉજવણી કરો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે. જો તમારા ઘરે શંખ ન હોય તો તમે ઘંટડી પણ વગાડી શકો છો.
હળદરવાળું પાણી છાંટવું
આ દિવસે તમારા ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો. ઘરમાં પૂજા-પાઠ અને હવન કરો. પૂજા સમાપ્ત થયા બાદ ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો અને ત્યારબાદ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે.
વાંચવા જેવું: શું તમે જાણો છો દેવું વધવાનું કારણ? આ ચીજવસ્તુઓનો છે મોટો રોલ, આજથી જ ઘરમાં કરો આ ફેરફાર
કપૂરનો ધુમાડો કરવો
પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે કપૂર અને લોબાનનો ધુમાડો કરો. તેનાથી તમારું ઘર પવિત્ર થશે. સવાર-સાંજ આવું કરવાથી વિશેષ લાભ થશે.
રામચરિતમાનસનો પાઠ કરો
આ દિવસે રામચરિતમાનસનાં બાલકાંડનો પાઠ કરો. આ સાથે રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પણ પાઠ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને દેવીય શક્તિઓ જાગૃત થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.