બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આશરે 200 પાયલટ વ્હેલ માછલીઓ સમુદ્રકિનારે વહી આવ્યાં બાદ મૃત્યુ પામી છે. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમતટ તસ્માનિયા બચાવ દળે આ જાણકારી આપી છે. બીચ પર ફસાયેલી 230 માછલીઓમાંથી હવે માત્ર 35 માછલીઓ જીવિત બચી છે. સરકારી વાઇલ્ડલાઇફ સર્વિસે આ જાણકારી પાઠવી છે. તેમણે બચી ગયેલ માછલીઓ માટે જીવતા રહેવું પડકાર રૂપ છે. આ વિસ્તારમાં આકાશમાંથી લીધેલ તસવીરમાં ડઝનેક ચમકદાર, કાળી સ:સ્તન માછલીઓ સમુદ્રતટ પર જોવા મળી રહી છે. તે રેતી અને દરિયાની વચ્ચે બનેલી રેખા પર ફસાયેલ છે. જ્યાં સુધી વધુ મદદ પહોંચે ત્યાં સુધી સ્થાનિક લોકોએ કેટલીક વ્હેલને ધાબળો ઓઢાડ્યો હતો અને તેમને જીવિત રાખવા બાલ્ટીઓથી પાણી ઠાલવી રહ્યાં છે.
Heartbreaking scene as hundreds of pilot whales are stranded in Tasmania’s west. Despite efforts from rescuers, many have already died. My photos for @abcnews pic.twitter.com/9apX4oVIxh
— Monte Bovill (@MonteBovill) September 21, 2022
ADVERTISEMENT
કિનારે આવેલી માછલીઓનો મૃત્યુદર વધુ છેઃ વાઇલ્ડલાઇફ ઑપરેશન મેનેજર
સ્ટેટ વાઇલ્ડલાઇફ ઑપરેશન મેનેજર બ્રેંડન ક્લાર્કે કહ્યું કે, અમને આશરે 35 જીવિત જીવ દરિયાઇ તટ પર મળેલ છે અને અમારી પહેલો પ્રયાસ તેમને બચાવવા અને સમુદ્રમાં ફરી છોડવાનો રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, "દુર્ભાગ્યવશ તટ પર આવેલ માછલીઓનો મૃત્યુદર વધુ છે.
ADVERTISEMENT
Incredible scenes here on Tasmania’s west coast, with the surviving whales being taken to deeper waters @abcnews pic.twitter.com/n7wPhp5o6l
— Monte Bovill (@MonteBovill) September 22, 2022
ADVERTISEMENT
બે વર્ષ પહેલા પણ બન્યો હતો આવો બનાવ
આશરે 2 વર્ષ પહેલા આ વિસ્તારમાં 500 પાયલટ વ્હેલ સામૂહિક રીતે બીચ પર આવી ગઇ હતી. જેમાંથી માત્ર 100ને બચાવવું સંભવ થયું. આટલા મોટા સમુહમાં વ્હેલ માછલીઓનું કિનારે આવી જવાનું કારણ સામે આવ્યું નથી.
🛑 #INTERNATIONAL #UPDATES:
— PakWeather.com (@Pak_Weather) September 22, 2022
More than 200 whales have been found stranded on #Tasmanian beach, atleast 200 whales dead, 35 rescued.#Australia #ClimateAction pic.twitter.com/MVaBPTeDEn
ADVERTISEMENT
નવી ટેકનીકનો ઉપયોગ કરી બચાવ થશે
વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ રસ્તો ભટકી જતાં સમુદ્રના તટની આટલી નજીક આવવું એ કારણ હોઇ શકે છે. પાયલેટ વ્હેલ ખૂબ જ સામાજિક હોય છે અને જોખમમાં આવેલ સાથી સમુહને બચાવવા પાછળ આવી જતી હોય છે. મોટાભાગે મદદ કરવાવાળાં પોતે પાણીમાં ઊતરે છે અને દરિયામાં ઊંડે આ સ:સ્તન જીવોને તરવામાં મદદ કરે છે પણ અધિકારીઓનું કહેવું છે કે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. જે એક્વાક્લચર કંપનીની મેકેનિકલ મદદ હશે.
ADVERTISEMENT
અહીંયાથી એક જહાજ તેમને ઊંડા પાણીમાં લઇ જશે જેથી તે બીજીવાર કિનારે આવીને ફસાય નહીં. પાડોશી દેશ ન્યૂઝીલેન્ડમાં પણ ઘણીવાર માછલીઓ તટ પર આવીને ફસાઇ જાય છે.
દરવર્ષે આશરે 300 જીવ સમુદ્રમાંથી વહીને તટ પર આવી જાય છે. આંકડાઓ અનુસાર 20થી 50 પાયલટ વ્હેલોનું જમીન પર આવી ફસાવવું અસામાન્ય નથી. પણ જ્યારે મોટું જૂથ એટલે કે "સુપર પૉડ" આવે છે ત્યારે આ આંકડો સેંકડોમાં પહોંચી જાય છે. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડના તટ પર આશરે 700 પાયલેટ વ્હેલ ફસાયેલ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.