બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 inches of rain fell in an hour in Botad and Garhda

Rain News / બોટાદ અને ગઢડામાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જાણો આજે ક્યાં ક્યાં ભાદરવો ભરપૂર

Kishor

Last Updated: 09:08 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભદરવો ભરપૂર હોય તેમ આજે અનેક જિલ્લાઑમાં ધીંગી મેઘમહેર થઇ હતી. જેને લઇને અનેક ડેમો પણ ઓવરફલો થયા છે.

  • બોટાદ અને ગઢડામા એક કલાકમાં  બે ઇંચ વરસાદ  
  • વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • કરજણ ડેમના 4 દરવાજા ખોલવામાં 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અગાહીને લઇને આજે સતત ચોથા  દિવસે પણ રાજ્યના અનેક શહેરોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બોટાદ અને ગઢડામા ધોધમાર વરસાદ ત્રાટકયો હતો. મેઘરાજાએ તોફાની બેટિંગ કરી એક કલાકમાં  બે ઇંચ જેટલુ  પાણી વરસાવી દીધું હતું. સાંજના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે જીનનાકા, પોલીસ લાઇન, મધરપાટ રોજમળ વાવડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


 
બાગાયતી પાકને નુકસાન 
બીજી તરફ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં અને બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતુ. વધુમાં ભારે પવનથી બાગાયતી પાકને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વધુમાં થરાદમાં પણ ભારે પવન ફૂંકાતા ખેતરમાં પશુઓ માટે બનાવેલ અનેક સેડ ભારે પવનથી ઊડ્યાં હતા. અને થરાદના ડોડ ગામે ભારે પવનથી બાગાયતી પાકને પણ નુકસાન થયું હતું.  ઉપરાંત સુરત, સુત્રાપાડા,જંબુસર, વેરાવળ, દ્વારકા, ખંભાળિયા, પારડી, કલ્યાણપુર, લાલપુર, જુનાગઢના માંગરોળ, માળિયા, જામજોધપૂર, પાલનપુર,અબડાસા,ભરૂચ સહીતના વિસ્તારોને આજે મેઘરાજાએ ઘમરોડયા હતા. અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઇ હતી.  જેને લીધે પદ્માવતી નદીમાં પુર આવ્યું હતું.

આ ડેમો થયા ઓવરફ્લો 
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતના કડાણા ડેમમાં પાણીની આવક વધી હતી. ડેમમાં 18 હજાર 435 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 418.6 ફૂટે પહોંચી છે. વધુમાં ઉકાઈ ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડાયુ હતું જેને લઇને હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. માંડવી અને બારડોલી તાલુકાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો હતો.  તથા શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા ડેમ 90 ટકાથી વધુ ભરાયો છે જે એક દિવસની અંદર ઓવરફ્લો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. વધુમાં નર્મદાનો કરજણ ડેમ સંપૂર્ણ ભરાતા કરજણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 25 હજાર ક્યુસેક પાણીની આવક સામે 11 હજાર 442 ક્યુસેક પાણી છોડાયું હતું. જેથી હાલ ડેમની સપાટી 112.36 મીટર પર છે. તેમજ જામનગરનો સસોઈ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જે ગમે તે ઘડીએ ઓવરફલો થઇ શકે છે. સસોઈ ડેમથી 35 જેટલા ગામને સિંચાઈનું પાણી મળે છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ