બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટના 17 વર્ષના તરુણની હિંમતને સલામ, TRP ગેમઝોન અગ્નિકાંડમાં બચાવ્યા 6 લોકોના જીવ
Last Updated: 04:36 PM, 26 May 2024
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં ગત રોજ લાગેલ આગમાં માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટનાં 17 વર્ષનાં તરૂણે 6 લોકોનાં જીવ બચાવ્યા હતા. વીટીવીએ જીવ બચાવનાર તરૂણ સાથે વાતચીત કરતા તેણે સમગ્ર કરૂણાંતિકા જણાવી.
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર ઘટનાને નજરે જોનાર પૃથ્વીરાજે જણાવ્યું હતું કે, કાલે હું 4.30 વાગ્યે ટીકીટ લઈને ઉપરના માળે ગયો હતો. ત્યારે થોડી જ વારમાં ત્યાં આગ લાગતા સ્ટાફે કહ્યું કે આગ લાગી છે તમે ભાગો. હું મારા મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયો હતો. ત્યારે બંને મિત્રો હાલ ગુમ છે. તેમજ સ્ટાફ દ્વારા અમને ઈમરજન્સી એક્ઝીટ પણ બતાવી ન હતી. મેં ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે અંદર ફસાયેલા નાના છ બાળકોનો જીવ બચાવ્યો હતો.
વધુ વાંચોઃ TRP ગેમઝોન આગકાંડમાં મોટો ખુલાસો, ગેમ ઝોનના માલિક લોકો પાસે ભરાવતા ફોર્મ
ઉપર ગેમ ઝોનમાં ધુમાડા ધુમાડા હતા. ત્યારે પતરા પર પાટા મારતા પતરૂ તૂટી ગયું હતું. અમે ત્રણ મિત્રો ગોંડલથી આવ્યા હતા. તેમજ ગેમ ઝોનનો સ્ટાફ જ આગ લાગતા ભાગી ગયો હતો. તેમજ અમને કંઈ જ જાણ કરવામાં આવી ન હતી. અને મારો મિત્ર ચપ્પલ લેવા ગયો હતો. અને આગ અચાનક પ્રસરી હતી. ત્યારે આવી ગેમ ઝોનમાં આવી ઘટનાં બને તો જવાબદાર કોણ? ગેમ ઝોનનાં માલિકો દ્વારા જોખમી ગેમ માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. અમને કોઈ ફોર્મ ભરાવવામાં આવ્યા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.