બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / TRP ગેમઝોન આગકાંડમાં મોટો ખુલાસો, ગેમ ઝોનના માલિક લોકો પાસે ભરાવતા ફોર્મ

ખુલાસો / TRP ગેમઝોન આગકાંડમાં મોટો ખુલાસો, ગેમ ઝોનના માલિક લોકો પાસે ભરાવતા ફોર્મ

Last Updated: 04:08 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્રિકાંડ બાદ મોટો ખુલાસો થયો છે. ગેમઝોનનાં સંચાલકો જવાબદારીમાંથી છટકવા ફોર્મ ભરાવતા હતા.આ પ્રકારનું ફોર્મ ભરાવીને સંચાલકો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હતા.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્રિકાંડ બાદ મોટો ખુલાસો થયો હતો. જેમાં ગેમ ઝોનનાં સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા હતા. જેથી કંઈ થાય તો જવાબદારીમાંથી છૂટી શકાય. તેમજ ફોર્મમાં દુર્ઘટનાં સર્જાય તો સંચાલકોની જવાબદારી નહી તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો. આ પ્રકારનું ફોર્મ ભરાવીને સંચાલકોનો છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફોર્મમાં દર્શાવવામાં આવેલી વિગતો નિયમો અનુસાર નહી. ફોર્મમાં સહી કરે તે ગેમઝોન પર કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા.

vlcsnap-2024-05-26-10h38m27s437

ક્રાઈમબ્રાંચે એક આરોપીની કરી અટકાયત

રાજકોટ અગ્નિકાંડમાં તાલુકા પોલીસે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની અટકાયત કરી હતી. તાલુકા પોલીસ દ્વારા હવે વિધિવત ધરપકડ કરાશે.

વધુ વાંચોઃ રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

અગ્નિકાંડની ઘટના કેમ ઘટી તે અંગે કોઇ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહનું નિવેદન

અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા છે. યુવરાજસિંહે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે, અગ્નિકાંડની ઘટના ક્રમ કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસ પકડથી દૂર હતા. તેમજ ગેમિંગ ઝોનનાં મેનેજર યજ્ઞેશ પાઠકે ફાયર વિભાગને કોલ કર્યો હતો. તેમજ પોલીસે મેનેજરની પૂછપરછ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot News TRP Game Zone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ