બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:12 PM, 14 June 2026
ઓમાનના રાસ અલ હદ્દ કિનારાથી લગભગ 80 નોટિકલ માઈલ દૂર આ ઘટના બની હતી. દરિયામાં મુસાફરી કરી રહેલી પરંપરાગત ધૌમાં અચાનક પાણી ભરાવા લાગ્યું અને તેના ડૂબી જવાનો ખતરો ઉભો થયો. બોટમાં કુલ 14 ભારતીય નાગરિકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ અમેરિકન નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને સંબંધિત તંત્રોને એલર્ટ કરી દીધા.
ADVERTISEMENT
પરિસ્થિતિની ગંભીરતા જોતા અમેરિકન નૌસેનાનું પી-8 સમુદ્રી પેટ્રોલિંગ વિમાન ઘટનાસ્થળે પહોંચ્યું હતું. વિમાને દરિયામાં તરત જ એક લાઈફ રાફ્ટ (જીવનરક્ષક હોડી) ઉતારી હતી. મળતી માહિતી મુજબ બોટમાં સવાર તમામ લોકો સફળતાપૂર્વક લાઈફ રાફ્ટમાં પહોંચી ગયા હતા, જેના કારણે તેમની સુરક્ષાની આશા વધુ મજબૂત બની છે.
આ દરમિયાન નજીકમાંથી પસાર થઈ રહેલા જહાજોની પણ મદદ લેવામાં આવી હતી. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજ હેઠળ ચાલતું વેપારી જહાજ ‘એમવી જબલ અલી 9’ને બચાવ કામગીરીમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવી હતી. તે જહાજ ઓમાનના સોહાર બંદરથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું, પરંતુ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને તેનો માર્ગ બદલીને ઘટનાસ્થળ તરફ મોકલવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પેરિસમાં થશે PM મોદી-ટ્રમ્પની મુલાકાત, સમય-તારીખ કન્ફર્મ!
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર એમવી જબલ અલી 9 હાલ ઘટનાસ્થળની નજીક હાજર છે અને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યું છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાને પણ એલર્ટ કરવામાં આવી છે. ભારતીય અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તમામ ભારતીયોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલમાં અધિકારીઓ તરફથી અંતિમ સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તમામ 14 ભારતીયો સુરક્ષિત હોવાની શક્યતા છે. દરિયામાં બચાવ અભિયાન સતત ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.