બ્રેકિંગ ન્યુઝ
VTV / 13-year-old-brother made physical relation with 15 year old sister afte -watchin -porn videos
ADVERTISEMENT
બાળકોને સ્માર્ટ ફોન આપવાનું કેટલું ભારે થઈ પડે છે તેવી એક આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બાળકોને સ્માર્ટફોન રમવા આપી દઈને પછી ધ્યાન ન આપતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
છોકરાએ રમતા રમતાં તેની 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો
ADVERTISEMENT
અલવરના ભીવાડી ગામમાં સાતમા ધોરણમાં ભણતા છોકરાએ રમતા રમતાં તેની 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. છોકરીનું પેટ જ્યારે મોટું થવા લાગ્યું ત્યારે માતાપિતાને શંકા પડી અને ડોક્ટર પાસે તેની તપાસ કરાવી ત્યારે તે 6 મહિનાની ગર્ભવતી હોવાનું ખુલતા ઘરના સભ્યો પર જાણે વીજળી પડી. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રથી આવેલો છે અને ભિવાડીમાં છૂટક મજૂરીનું કામ ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો છે.
પીડિતા ભિવાડીની એક ખાનગી સ્કૂલમાં 9 મા ધોરણમા ભણે છે અને તેના નાનો ભાઈ 7 મા ભણે છે. મહિલા થાણા પ્રભારી રમાશંકરે જણાવ્યું કે મહારાષ્ટ્રનો એક પરિવાર ઘણા લાંબા સમયથી ભીવાડીમાં રહેતો હતો. 15 વર્ષની પૌત્રીનું પેટ મોટુ જોઈને દાદીને વહેમ પડ્યો ત્યાર તપાસ કરાવતા તે છ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્લું હતું. આ ઘટનાની પરિવાર એટલો બધો આઘાત આવ્યો કે તેઓ માદરે વતન ચાલ્યા ગયા હતા અને ત્યાંની એક હોસ્પિટલમાં પીડિતાની ડિલિવરી કરાવી નખાવી હતી.
ADVERTISEMENT
ડિસેમ્બર 2020 ની ઘટના, રમત રમતમાં બનાવ્યો શારીરિક સંબંધ
મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટના ડિસેમ્બર 2020 ની છે. એક દિવસ જ્યારે બન્ને ભાઈ બહેન એકલા ઘેર હતા ત્યારે તેમના ફોનમાં પોર્ન વીડિયોની લિંક આવી હતી અને તેમણે બન્નેએ તેને ઓપન કરી હતી. લીંક ઓપન કરતા પોર્ન વીડિયો ચાલુ થઈ ગયો હતો અને બન્ને ભાઈ-બહેન સાથે બેસીને તે પોર્ન વીડીયો જોયો. ત્યાર બાદ તેમને બન્નેને પણ પોર્ન વીડિયોની નકલ કરવાનું મન થઈ આવ્યું અને તેમણે બન્નેએ શારીરિક સંબંધ બાંધ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.