બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 10000 plus death in coronavirus in china

ખુલાસો / કોરોના વાયરસને કારણે ચીનમાં 10000થી વધુ મોત? છુપાવવા છતાં આકાશી માર્ગે પોલ પકાડાઈ ગઈ

Published By: Gayatri

Last Updated: 11:58 AM, 12 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને ચીનને સ્થગીત કરી દીધુ છે. સતત દોડતું રહેતું ચીન હાલ આ રોગની સામે લડી રહ્યુ છે. ચીનનું કહેવું છે કે અત્યાર સુધીમાં માત્ર 1,113 લોકોના જ મોત થયા છે જ્યારે તેની સેટેલાઈટ ઈમેજ કંઈક બીજુ જ કહી રહી છે. સેટેલાઈટ ઈમેજમાં 10000થી વધુ મડદાને સળગાવવામાં આવ્યા હોવાનું ફળીભૂત થતા વિશ્વમાં હોહા થઈ ગઈ છે. ચીન જાણે કે કંઈક છુપાવતા ઝડપાઈ ગયુ છે.

  • કેટલું છે સસ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ
  • શું છે કારણ?
  • મૃતકોને એકસાથે અપાઈ રહ્યા છે અગ્નિદાહ

ચીનના ઓફિશ્યલ રિપોર્ટ મુજબ હાલ ચીનમાં 44,653 કેસ નોંધાયા હતા જેમાં 1,113 લોકોના મોત થઈ ગયા છે અને 4,740 રિકવર થઈ રહ્યા છે જ્યારે 8,204 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે. 

કેટલું છે સસ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ

વુહાનમાં સલ્ફર ડાયોક્સાઈડનું વધુ પ્રમાણ કદાચ મોટી સંખ્યામાં અંતિમક્રિયા કરવામાં આવતી હોય તેના કારણે પણ હોઈ શકે છે. ચેક રિપબ્લિકની વેધર સર્વિસ પૂરી પાડતી વિન્ડી ડોટ કોમમાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે વુહાનમાં સ્લફર ડાયોક્સાઈડનું પ્રમાણે 1,350 માઈક્રોગ્રામ પર ક્યુબિક મીટર થયું હતું. જ્યારે યુએસ એન્વાર્યમેન્ટલ પ્રોટેક્શન એન્જસીનું કહેવું છે કે મેડિકલ વેસ્ટને બાળવામાં આવે ત્યારે પણ સલ્ફર ડાયોક્સાઈડ પેદા થાય છે.

મૃતકોને એકસાથે અપાઈ રહ્યા છે અગ્નિદાહ

ચીન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે કોરોનાવાયરસના ભોગ બનનારાઓની અંતિમક્રિયા છૂપાવીને કરી રહ્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે વાયરસના કારણે માર્યા ગયેલા લોકોના મૃતદેહોની તાત્કાલિક અને નજીકમાં જ અંતિમક્રિયા કરી દેવામાં આવી હતી

શું છે કારણ?

આટલી મોટી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ બે કારણથી હોઈ શકે છે. શક્ય છે કે ત્યાં ભારે માત્રામાં મેડિકલ વેસ્ટને સળગાવી દેવામાં આવ્યા છે કે પછી ત્યાં માનવના શબ સળગાવી રહ્યા હોય. શબોને સળગાવવા દરમિયાન ભારે માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ નીકળે છે. એવામાં એક અનુમાન મુજબ માત્ર વુહાન શહેરમાં 10 હજારથી વધુ લોકોના શબ સળગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોરોનાવાયરસના કારણે વુહાન શહેરને સમગ્રપણે લૉક ડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં લગભગ 10 લાખ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

જુઓ ચીનનું લાઈવ સ્ટેટસ
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Satellite image coronavirus in china death in coronavirus કોરોના વાયરસ કોરોના વાયરસથી મોત ચીન સેટેલાઈટ ઈમેજ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ