બ્રેકિંગ ન્યુઝ
VTV / 1000 crore relief packge announced by pm modi for gujarat takutae victims
ADVERTISEMENT
ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યુ છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં જાનમાલની નુકસાની
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં જે વિનાશ સર્જો તેમાં જાનમાલનું પણ નુકશાન થયું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે કુલ 45 લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ મકાનો, વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે અનેક પશુઓના પણ મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.