બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 100 Number is a Police Control Room or a Criminal Helping Hand

ઘટસ્ફોટ / 100 નંબર ડાયલ કર્યો ને ફોન આવ્યો બુટલેગરનો, પોલીસ-અપરાધીઓની ભાઈબંધી નાગરિકો માટે ભયજનક

Published By: Gayatri

Last Updated: 05:37 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના જાણીતા અખબાર દિવ્યભાસ્કર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ 100 પર ખૂબ મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ત્યાંના રિપોર્ટરે પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર અમદાવાદ શહેરના પાંચ અલગ અલગ અપરાધીઓ વિશે ફોન કરી જાણ કરતાં થોડી જ વાર આ અપરાધી બૂટલેગરોના ધમકી ભર્યા ફોન રિપોર્ટર પર આવ્યા.

100 નંબર એ પોલીસ કંટ્રોલ રુમ છે કે અપરાધીઓનું પીયર?

રિપોર્ટરે 100 નંબર ઉપર ફોન કરીને બુટલેગરો અંગે ફરિયાદ કરાઈ હતી. ત્યાં જ અચરજની વાત એ હતી કે ગણતરીની મિનિટોમાં પોલીસ પાસેથી ફરિયાદીના નંબર બુટલેગર પાસે પહોંચી ગયા અને બુટલેગરો તેમને ધમકી આપતા કોલ પણ કરી લીધા. પણ સામે કોઈ સામાન્ય માણસો ન હતા પત્રકારો હતા. વધુ પૂછપરછ કરાતા જાણવા મળ્યું કે 100 નંબર ઉપરથી પોલીસે જ તેમને ફરિયાદીના ફોન નંબર આપ્યા છે. 

કેવો રહ્યો સમગ્ર ઘટનાક્રમ અને કેવી રીતે પોલીસની ખુલી પોલ? 

અમદાવાદ શહેરમાં પાંચ જુદા-જુદા સ્થળેથી પાંચ અલગ અલગ અપરાધીઓ વિરુદ્ધ 100 નંબર પર કૉલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કર્યાની માત્ર 16 જ મિનિટમાં જેની સામે ફરિયાદ થઈ હતી એ બુટલેગરે ફરિયાદ કરનારને ફોન કર્યો હતો, અને હવે પછી કન્ટ્રોલ રૂમમાં મેસેજ નહીં કરવાની ચીમકી આપી હતી. એટલું જ નહીં  નંબર કેવી રીતે મળ્યો એવું અપરાધીને પૂછતાં અપરાધીઓએ જ સ્વીકાર્યું હતુ કે, પોલીસ પાસેથી જ નંબર મળ્યો છે.

આખું ચિત્ર પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવે છે. પોલીસની રહેમનજર ઉપર જ અપરાધીઓ ફુલ્યાફાલ્યા હોવાનું ફળીભૂત થાય છે. કોલ કરનાર પાસેથી કંટ્રોલરૂમ આરોપીની વિગતો મેળવે છે. ફરિયાદી અને આરોપીની વિગત કંટ્રોલરૂમમાંથી જે તે પોલીસ સ્ટેશન અથવા વહીવટદાર સુધી પહોંચે છે ત્યારબાદ પોલીસ અથવા વહીવટદાર ફરિયાદીનો નંબર આરોપીને આપી દે છે. ગણતરીની મિનિટોમાં જ દારૂ-જુગારના વ્યાપારીનો અથવા પોલીસ વહિવટદારનો ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન આવી જાય છે.

શું છે 100 નંબરની કાયદાકીય જોગવાઈ

100 નંબર પર કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવે ત્યારે કંટ્રોલરૂમમાં મુકાયેલા કોલરઆઈડીમાં ફોન કરનારનો નંબર ડિસ્પ્લે થતો હોય છે. કાયદાકીય જોગવાઈ મુજબ કન્ટ્રોલ રૂમમાં કૉલ કરનારની ઓળખ ગુપ્ત રાખવાની હોય છે. પણ આ કિસ્સામાં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચેની સાંઠગાંઠ ઉઘાડી પડી ગઈ છે.

રિપોર્ટર અને પોલીસ કંટ્રોલ રૂમ અને બૂટલેગરો વચ્ચેના ટેલિફોનિક સંવાદના અંશો

સરદારનગરપોલીસ સ્ટેશનના તાબાનો કડવો અનુભવ

પહેલા 100 નંબર પર ફરિયાદ

રિપોર્ટરઃ હું સરદારનગરથી વાત કરું છું. સરદાર નગર રેલવે ફાટકની ગલીમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારનો ખુબ મોટો અડ્ડો ચાલી રહ્યોં છે.

કન્ટ્રોલ રૂમ: કયુ પોલીસ સ્ટેશન લાગે છે? અને દારૂનો ધંધો કોણ કરે છે તેનુ નામ આપો?

રિપોર્ટરઃ મુંગડો અને સુધીર નામના બે વ્યક્તિ છે. જે દારૂ-જુગાર અને સટ્ટો ચલાવે છે.

કન્ટ્રોલ રૂમ: અરે ભાઈ તે ચલાવે છે શું? તમે તો બધુ બોલી ગયા છો.

બીજા દિવસે બુટલેગરનો ફોન આવે છે....

બુટલેગર: હું મુંગડા બોલુ છું, તમે કોણ બોલો છો?

રિપોર્ટરઃ તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?

આરોપીઃ એ તો મળીજ જાય ને....

હવે બીજા બુટલેગરનો ફોન...

બુટલેગર: કોણ અને ક્યાંથી બોલો છો?

રિપોર્ટરઃ તમારે કોનું કામ છે?

બુટલેગર: તમે મારા ધંધાનો 100 નંબર પર કંટ્રોલ મેસેજ કર્યો છે

બુટલેગર: બંટી બોલું છું, તમારે શું તકલીફ છે?

રિપોર્ટરઃ તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?

બુટલેગર: એ જવા દો.. તમારે તકલીફ શું છે? તે કહો?

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના તાબાની ઘટના

પહેલા 100 નંબર પર ફરિયાદ...

વહીવટદારની ધમકી, ‘હવે પછી કન્ટ્રોલ રૂમ પર મેસેજ ના કરતા’

રિપોર્ટરઃ મારે બુટલેગરની ફરિયાદ કરવી છે.

કન્ટ્રોલ રૂમ: કઈ જગ્યાની?

રિપોર્ટરઃ હિરાવાડી ચાર રસ્તા પાસે જાહેર શૌચાલયની સામે ભાભીનો અડ્ડો ચાલે છે. સાંજે મેળા જેટલી લોકોની ભીડ લાગે છે.

કન્ટ્રોલ રૂમ: પોલીસ સ્ટેશન કયું લાગે?

રિપોર્ટરઃ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન.

કન્ટ્રોલ રૂમ: ગાડી મોકલી આપુ છું.

100 નંબર પર ફરિયાદના સાડા ત્રણ કલાકમાં આરોપી બુટલેગરના વહીવટદારનો ફોન આવ્યો..

વહિવટદારઃ કોણ બોલો છો?

રિપોર્ટરઃ તમારે કોનું કામ છે?

વહિવટદારઃ તમારૂ નામ અજીતભાઈ છે? ક્યાં રહો છો તમે?

રિપોર્ટરઃ મારી ઇન્કવાયરી કર્યા વગર કહો કે તમારે કોનું કામ છે?

વહિવટદારઃ હું પરેશભાઈ વાત કરૂં છું. તમે ભાભીનો 100 નંબરમાં કંટ્રોલ મેસેજ કર્યો છે

રિપોર્ટરઃ હા મેસેજ કર્યો છે, પણ મારો નંબર કેવી રીતે આવ્યો?

વહિવટદારઃ 100 નંબર પર કેમ ફોન કરો છો? હવે કન્ટ્રોલ મેસેજ ન કરતા.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના તાબાની ઘટના

પહેલા 100 નંબર પર ફરિયાદ...

રિપોર્ટરઃ મેઘાણીનગર વિસ્તારમાં મોટા પાયે દારૂ, સટ્ટા-જુગારના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યાં છે તે અંગેની માહિતી આપવી છે.

કન્ટ્રોલ રૂમ: એડ્રેસ અને નામ આપો.

રિપોર્ટરઃ મેમ્કોથી રામેશ્વર તરફ જતા બ્રીજની નીચે રેલવે પાટાની બાજુમાં બચ્ચી રાજુ અને રવિન્દ્રપાલ ઉર્ફે નેતાનો જુગાર અને દારૂનો અડ્ડો ચાલે છે ત્યાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન લાગે છે.

કન્ટ્રોલ રૂમ: અત્યારે ગાડી મોકલીએ છીએ તેમ છતા બંધ ન થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી શકો છો. લખજો કે, વારંવાર ફરિયાદ કરવા છતા અડ્ડાઓ બંધ થતા નથી.કન્ટ્રોલ રૂમને જાણ કર્યા બાદ પહેલો ફોન આરોપીના વહિવટદારનો આવ્યો

વહિવટદારઃ હું રાકેશ વાત કરું છું. અમારી જગ્યા રાજુ બચ્ચીનો કન્ટ્રોલ મેસેજ કર્યો છે. કોણ બોલો છો તમે? તમારે શું તકલીફ છે?

રિપોર્ટરઃ તમે ખુલ્લેઆમ ધંધો કરો છો તમને શરમ નથી આવતી. આ કારણે મહિલાઓને ત્યાંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. આમ કહો તમને મારો નંબર ક્યાંથી મળ્યો?

વહિવટદારઃ નંબર તો મળી જાયને... તમે ક્યાં રહો છો? હવે જેની સામે ફરિયાદ કરી એ આરોપીનો ફોન આવ્યો

આરોપીઃ રાજુભાઈ બોલું છું, કોણ બોલો? કેમ તકલીફ આપો છો?

રિપોર્ટરઃ તમારા ધંધાના કારણે પબ્લિકને મુશ્કેલી પડી રહી છે.

આરોપીઃ અમે ઘણા ટાઇમથી ધંધો કરીએ છીએ. કોઈ લોકોની ફરિયાદ આવતી નથી.

રિપોર્ટરઃ મારો નંબર તમને ક્યાંથી મળ્યો?

આરોપીઃ મિત્ર પાસેથી મેળવ્યો છે. 10 દિવસથી ધંધો ચાલુ કર્યો છે. 6 મહિનાથી ધંધો બંધ હતો. હું પાસામાં હતો. અમણા જ બહાર આવ્યો છું.

અસલાલી પોલીસ સ્ટેશનના તાબાની ઘટના

પહેલા 100 નંબર પર ફરિયાદ...

કન્ટ્રોલ રૂમ: જયહિંદ રૂરલ કન્ટ્રોલ રૂમ.

રિપોર્ટરઃ હું ઈન્દિરાનગરથી બોલુ છું. અમારી બાજુમાં દારૂનો ધંધો ચાલે છે. તેની ફરિયાદ કરવાની છે.

કન્ટ્રોલ રૂમ: તમારું નામ અને મોબાઈલ નંબર બોલો.

રિપોર્ટરઃ ઈન્દિરાનગર વિભાગ-2 લાંભામાં રહું છું. દારૂનો ધંધો ચાલે છે તેનું સરનામું ગાયત્રીનગર ચોક, ટેકરા પાસે અને ભમરીયા કુવા પાસે બંને જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂ વેચનારનું નામ રાજુભાઈ છે. અગાઉ અહીં લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. છેલ્લા ત્રણ મહિનાથી મોટા પ્રમાણમાં અહીં દેશી દારૂનો ધંધો ચાલી રહ્યોં છે. તેની સામે ત્વરીત પગલા લેવા અમારી વિનંતી છે.

બીજા દિવસે આરોપીના વહિવટદારનો ફોન આવ્યો

આરોપીઃ ભવરીયાથી રાજુભાઈ બોલુ છું. મારે તમને મળવું છે.

રિપોર્ટરઃ શા માટે મળવું છે? શું તકલીફ છે?

આરોપીઃ પોલીસવાળા સાથે વાત થઈ છે તેમણે કહ્યું કે તમે કન્ટ્રોલ મેસેજ કર્યો છે.

રિપોર્ટરઃ મેં કોઈ કન્ટ્રોલ મેસેજ નથી કર્યો, તમને કોઈએ ખોટી માહિતી આપી છે.

આરોપીઃ તમારૂ નામ શું છે. મારી પાસે પાકી માહિતી છે કે તમારા નંબરથી કન્ટ્રોલ મેસેજ થયો છે.

નરોડા પાટીયા પોલીસ સ્ટેશનના તાબાની કડવી ઘટના

પહેલા 100 નંબર પર ફરિયાદ...

રિપોર્ટરઃ અમારા વિસ્તારમાં મોટા પાયે દારૂનો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે તેની ફરિયાદ લખાવી છે.

કન્ટ્રોલ રૂમ: કઈ જગ્યાએ ચાલે છે?

રિપોર્ટરઃ નરોડા પાટીયા ચાર રસ્તા પાસે સાવન નામનો કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે છે.

કન્ટ્રોલ રૂમ: એક્ઝેટ આ પાટીયા ક્યાં આવ્યું છે. નરોડાવાળું પાટીયા? પરફેક્ટ લોકેશન આપો

રિપોર્ટરઃ રામદેવજીનું મંદીર છે તેની પાછળ

કન્ટ્રોલ રૂમ: સારૂ ભાઈ પોલીસ મોકલી આપું છું.

ફરિયાદ કર્યાની 16 જ મીનિટમાં આરોપીનો ફોન આવે છે.

આરોપીઃ કોણ બોલો છો? ક્યાંથી બોલો છો? તમારાથી મળવું છે.

રિપોર્ટરઃ તમે કોણ બોલો છો અને શું કામ છે?

આરોપીઃ સાવન બોલુ છું. મળશો તો ક્લિયર થશે ને...

રિપોર્ટરઃ મારે તમને મળવું નથી. તમારે કામ હોય તે બોલો

આરોપીઃ ફોન ઉપર ન કહેવાય. તમને ખબર છે કે કેમ ફોન કર્યો છે?

રિપોર્ટરઃ મારો નંબર તમને ક્યાંથી મળ્યો?

આરોપીઃ ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

100Number PoliceControlRoom ahmedabad gujarat Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ