બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
ખાણી-પીણી અને ફરસાણની 40 પેઢીમાં ફૂ઼ડ વિભાગની તપાસ, પશુપતિ નાથ ચાઈનીઝમાંથી વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળ્યા, ફૂડ લાયસન્સ ન હોવાથી ફૂડ વિભાગે પેઢીને ગ્રીન નોટિસ ફટકારી, ગુરૂજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી,ગ્રેવી,વાસી નૂડલ્સ અને ફૂડ કલરનો નાશ કરાયો, સાઈઝ ઝીરો કાફે પરથી એક્સપાયર ડેટવાળા પાઉ અને પિત્ઝાનો કરાયો નાશ, ચેતના સ્વીટ અને નમકીનમાંથી નમકીનના ફૂડ પેકેટનો નાશ કરાયો, નવલખી રોડ,મહેન્દ્રનગર રોડ અને અવનિ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી.
19 મિનિટ પહેલા
દૈનિક પાવર કાપથી બ્રાસપાર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન, ફેઝ-3ના ઉદ્યોગકારોએ બાઈક રેલી સાથે PGVCLકચેરીએ પાઠ્યું આવેદન પત્ર, વરસાદની શરૂઆત પહેલા વીજ પુરવઠો આપવા માગ, વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં ઉત્પાદન કામગીરીને અસરઃ ઉદ્યોગકાર, વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ,
39 મિનિટ પહેલા
એ-ડિવિઝન પોલીસે કાર કબજે કરી, દાદીનો સ્કોર્પિયો કાર સાથે સ્ટંટ કરતો વીડિયો થયોહતો વાયરલ, એ-ડિવિઝન પોલીસે કાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી
59 મિનિટ પહેલા
બંને જિલ્લામાંથી ચાંદીપુરાના શંકાસ્પદ 13 કેસ નોંધાયા, પંચમહાલના 11 બાળકોની ગોધરા સિવિલમાં સારવાર ચાલુ, મહીસાગરના 2 દર્દીઓની પણ ગોધરા સિવિલમાં સારવાર, સારવાર દરમિયાન ચાંદીપુરાથી પોઝિટિવ 2 દર્દીના થયા મોત, ચાંદીપુરાથી શંકાસ્પદ 1 દર્દીનું પણ સારવાર દરમિયાન મોત, 2 દર્દીને સારવાર પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, સતત વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, આરોગ્ય વિભાગે 25 ગામમાં દવાનો છંટકાવ કર્યો, સર્વેલન્સ દરમિયાન 450થી વધુ સેન્ડફ્લાય માખીને પકડવામાં આવી.
1 કલાક પહેલા
41મી રથયાત્રાની તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ, આ વર્ષે સવનના લાકડામાંથી બનાવાયા ભગવાનના રથ, ઓપરેશન સિંદુરની થીમ સાથે માજી સૈનિકો ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાનું કરાવશે પ્રસ્થાન, રથયાત્રામાં PM મોદીની ઇંધણ બચાવવાની અપીલનું થશે પાલન, ઇંધણ બચાવવા રથયાત્રામાં ટ્રકની સંખ્યામાં કરાયો ઘટાડો, પંજાબી અખાડો પહેલી વખત રથયાત્રામાં બનશે આકર્ષણનું કેન્દ્ર, રથયાત્રામાં ઇલેક્ટ્રિક વાહનોનો પણ કરાશે સામેલ.
1 કલાક પહેલા
પુલ તૂટ્યાને 10 દિવસ વીત્યા છતાં તંત્રના આંખ આડા કાન, રસ્તાના અભાવે ખેડૂતોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી, વારંવાર રજૂઆત છતાં પુલની કામગીરી ન કરતા ખેડૂતોમાં રોષ, તાત્કાલિક પુલનું સમારકામ કરવા ખેડૂતોની માગ.
1 કલાક પહેલા
કાર્યક્રમમાં વરસાદની અછત અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન, કૃષિમંત્રીએ ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી હતી: શંકર ચૌધરી, બનાસકાંઠા,વાવ-થરાદ,પાટણમાં વરસાદની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરાયો: શંકર ચૌધરી, નર્મદા કેનાલમાં પૂરતું પાણી હોવાથી આપણે ચિંતા નથી: શંકર ચૌધરી.
2 કલાક પહેલા
ચાંદખેડાની પ્રહલાદ પાર્ક સોસાયટીમાં બુટલેગરોનો આતંક, સોસાયટીના રહીશો પર બુટલેગરોએ કર્યો જીવલેણ હુમલો, દારૂ વેચવાનું બંધ કરવાનું કહેતા બુટલેગર કાકા-ભત્રીજાએ મચાવ્યો આતંક, બહારથી લોકો બોલાવીને મહિલા, બાળકો સહિત રહીશો પર કર્યો હુમલો, "જે કરવું હોય કરી લો" તેવી ધમકી આપીને રહીશો સામે કરી દાદાગીરી, વર્ષોથી સોસાયટીમાં જ દારૂનો ધંધો કરતા હોવાનો આક્ષેપ, બુટલેગરોએ રહીશોને જાનથી મારી નાખવાની પણ આપી ધમકી.
2 કલાક પહેલા
ભેસ્તાન પોલીસ અને મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી, ભેસ્તાન વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન, PI અને પોલીસ સ્ટાફે સ્વચ્છતા માટે કર્યું સ્વયં શ્રમદાન, કોર્પોરેશનની ટીમ સાથે પોલીસ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ.
2 કલાક પહેલા
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સતીષ પટેલે નોંધાવી ઉમેદવારી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સતીષ પટેલે નોંધાવી ઉમેદવારી, ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં ખાલી પડી છે માંજલપુર વિધાનસભા બેઠક
3 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી