બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh may be BJP candidate in Lok Sabha elections Navjot Singh Sidhu also join bjp

Loksabha Election 2024 / યુવરાજ સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતારશે ભાજપ? જાણૉ કેમ લાગી રહી છે અટકળો, સિદ્ધુ પણ કરી શકે છે ઘરવાપસી

Last Updated: 01:23 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP ભારતના વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડરને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે. યુવરાજ સિંહ ગુરુદાસપુર મતવિસ્તારમાંથી વર્તમાન સાંસદ સની દેઓલનું સ્થાન લઈ શકે છે.

Punjab Loksabha Election 2024: ક્રિકેટના દિગ્ગજોનું રાજકારણમાં જોડાવું કોઈ નવી વાત નથી અને હવે આ લાંબી યાદીમાં ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવરાજ સિંહ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે . 

રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લામાંથી ભારતના વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડરને મેદાનમાં ઉતારવાનું વિચારી રહી છે. યુવરાજ સિંહ ગુરુદાસપુર મતવિસ્તારમાંથી વર્તમાન સાંસદ અને બોલિવૂડ અભિનેતા સની દેઓલનું સ્થાન લઈ શકે છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને મળ્યા હતા અને તેમના ભાજપમાં જોડાવાની સંભાવના છે. જોકે, યુવરાજે અત્યાર સુધી ભાજપ સાથે હાથ મિલાવવાના સમાચાર પર મૌન જાળવ્યું છે.

જણાવી દઈએ કે, યુવરાજ સિંહ ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત અને મહાન ખેલાડીઓમાંથી એક છે, જેણે ભારત સાથે બે વર્લ્ડ કપ જીત્યા છે. તે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો.

સાથે જ એવા સમાચાર પણ છે કે ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુ પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માં પાછા ફરવાનું વિચારી રહ્યા છે. લોકસભા ચૂંટણીની ટિકિટ નકાર્યા બાદ તેઓ ભાજપ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને નવજોત સિંહ સિદ્ધુ ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે છે, પરંતુ લાગે છે કે હવે તેમની ધીરજ તૂટી રહી છે. 

વધુ વાંચો: કુખ્યાત ગેંગસ્ટરના ભાઈને અખિલેશ યાદવે ચૂંટણી લડવા ઉતાર્યા, કહ્યું- બાપ દાદાઓની જમીન વેચી નાંખીશ, નહીં ચાલે મોદી ફેક્ટર

અહેવાલો અનુસાર, સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના હિતની વિરુદ્ધ કામ કરી રહ્યા છે, અને હવે તેઓ અમૃતસરથી ચૂંટણી લડવા માટે ફરીથી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Punjab Loksabha Election 2024 Yuvraj Singh loksabha Election 2024 ક્રિકેટર યુવરાજ સિંહ યુવરાજ સિંહ લોકસભા ચૂંટણી 2024 loksabha election 2024
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ