ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / your-pan-card-look-and-design-changed-now

NULL / બદલાઇ ગયું તમારા PAN CARD નું લુક જાણો શું હશે એમાં નવું

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેન્દ્ર સરકારે PAN CARDની ડિઝાઇનમાં ફેરફાર કરી નાંખ્યો છે. હવે નવા જારી થનાર દરેક PAN CARDમાં વધારે સિક્યુરિટી ફીચર્સ હશે જેનાથી એમાં આપવામાં આવેલી જાણકારીની સાથે કોઇ છેતરપિંડી કરી શકે નહીં. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી બે કંપનીઓ NSDL અને યૂટીઆઇઆઇટીએસએલ લોકોને પાન કાર્ડ જારી કરે છે. 



નવા જારી થનાર પાન કાર્ડમાં જે સૌથી મોટો ફેરફાર કર્યો છે એમાં આધાર કાર્ડની જેમ ક્યૂઆર કોર્ડ હશે. એનાથી કાર્ડ સ્કેન કરતાં જ કાર્ડ હોલ્ડરની બધી જાણકારી સામે આવી જશે. એનાથી વેરિફિકેશન પ્રોસેસ સરળ થઇ જશે. હવે કોઇ વ્યક્તિની પાસે પહેલા પાન કાર્ડ છે અને એ નવું પાન કાર્ડ લેવા ઇચ્છે છે તો એ 107 રૂપિયાની ફી ભરીને અરજી કરી શકે છે. 

પહેલાના પાન કાર્ડમાં નામ પિતાનું નામ અને જન્મની તારીખ માત્ર અંગ્રેજી ભાષામાં થાય છે. એનાથી હિંદી ભાષીના લોકોને વાંચવા અને સમજવામાં સમસ્યા આવતી હતી. પરંતુ હવે નવા પાન કાર્ડમાં આ સારી જાણકારી હિંદીમાં પણ હશે. 



આ જાણકારીમાં માત્ર હેડર બંને ભાષાઓમાં હશે પરંતુ બાકી જાણકારી માત્ર અંગ્રેજીમાં હશે. આવું કેન્દ્ર સરકારની રાજભાષા પોલિસીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પહેલાના પાન કાર્ડમાં પાન નંબર ડાબી બાજુ રહેતો હતો પરંતુ હવે આ વચ્ચે હશે. જમણા હાથ પર ભારત સરકાર લખ્યું હશે અને એની નીચે ફોટો અને હસ્તાક્ષર કરવાની જગ્યા હશે. 

સરાકારે આવુ પગલું નકલી પાન કાર્ડને રોકવા માટે ઊઠાવ્યું છે. નવી સિક્યોરિટી ફીચર્સના કારણે આવું કરવું શક્ય થશે. હાલ દેશમાં 130 કરોડની આબાદી છે પરંતુ માત્ર 25 કરોડ લોકોની પાસે જ પાન કાર્ડ છે. બેંકમાં અકાઉન્ટ ખોલાવવાથી લઇને અન્ય જરૂરૂ નાણાંકીય કાર્ય જેમ કે લોન ક્રેડિટ કાર્ડ અને ઘણી સારી સરકારી યોજનાઓ માટે પાન કાર્ડ હોવું બંધન છે. 



ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર દર વર્ષે માત્ર 2.5 કરોડ લોકો પાન કાર્ડ માટે અરજી કરે છે. જેમાં નવા અને જૂના કાર્ડ હોલ્ડર પણ સામેલ છે. 2 લાખ રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન પર પાન કાર્ડ જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ