બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / You will get any new update of WhatsApp first, do this setting in the account

ટેકનોલોજી / વોટ્સએપનું કોઈ પણ નવું અપડેટ સૌથી પહેલા તમને મળશે, એકાઉન્ટમાં કરી દેજો આ સેટિંગ

Megha

Last Updated: 11:35 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp કોઈપણ ફીચર લોન્ચ કરતા પહેલા બીટા યુઝર્સ તેનું ટેસ્ટિંગ કરે છે અને જો તમે પણ બીટા યુઝર્સ બનવા માંગો છો તો આ સ્ટેપ ફોલો કરો.

દુનિયામાં ઈન્સ્ટન્ટ મેસેન્જર એપ તરીકે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.  

Tag | VTV Gujarati

Whatsapp કોઈપણ ફીચર લોન્ચ કરતા પહેલા બીટા યુઝર્સ તેનું ટેસ્ટિંગ કરે છે અને બીટા યુઝર્સને પહેલા કોઈ ફીચરને ટેસ્ટ કરવાની તક મળે છે. જો તમે પણ આવા યુઝર બનવા માંગો છો તો આ માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી, પ્લે સ્ટોરના તે પેજની નીચે બીટા યુઝર્સ બનવા અથવા બીટા ટેસ્ટર બનવા માટેનો વિકલ્પ મળશે. 

- ગૂગલ પ્લે સ્ટોર ખોલો 
- એપ્લિકેશન પેજ પર WhatsApp Messenger સર્ચ કરીને નીચે સ્ક્રોલ કરો. 
- અહીં તમે ‘Become a beta tester’ નો વિકલ્પ જોશો.
- ‘I’m in’ વિકલ્પ પસંદ કરો. આ પછી કન્ફર્મ કરવા માટે 'જોઇન' પર ક્લિક કરો. 

WhatsApp એ કર્યો મોટો નિર્ણય, 1 જૂનથી એક SMS કરવા પર લાગશે 2.30 રૂપિયાનો  ચાર્જ | WhatsApp News WhatsApp Update WhatsApp increase international  business otps prices

એ બાદ આગામી થોડા કલાકોમાં તમારા સ્માર્ટફોન પર એક એપ અપડેટ મળશે. તેને ડાઉનલોડ કરીને, તમે બીટા ટેસ્ટર બનશો અને તમને પબ્લિક રોલઆઉટ પહેલા ફીચર અપડેટ્સ મળવાનું શરૂ થશે.

વધુ વાંચો: તમારો ફોન વારેવારે હેંગ થઈ જાય છે? તો ફોલો કરો આ સરળ ટ્રીક્સ અને ટિપ્સ

નોંધનીય છે કે તમામ યૂઝર્સ માટે કોઈપણ ફીચર રિલીઝ કરતા પહેલા કંપનીઓ તેને બીટા યુઝર્સ માટે રિલીઝ કરે છે, જેથી કોઈપણ પ્રકારની સમસ્યાને શોધી શકાય. જો તમે પણ પહેલા WhatsAppના નવા ફીચર્સનો ઉપયોગ કરવા માંગો છો, તો પછી તમે બીટા ટેસ્ટર બની શકો છો. જો કે, બીટા ટેસ્ટર બન્યા પછી, તમને વારંવાર અપડેટ્સ મળે છે. જો તમે એપને વારંવાર અપડેટ કરવા માંગતા નથી, તો વોટ્સએપના પબ્લિક વર્ઝનનો જ ઉપયોગ કરો.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp WhatsApp New Features WhatsApp Update Whatsapp Android વોટ્સએપ વોટ્સએપના નવા ફીચર્સ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ