બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:40 AM, 17 June 2026
ડીસા તાલુકાના કંસારી ગામના એક ખેડૂત યુવકના મોબાઈલ પર એક મહિલાએ વૉટ્સએપ મેસેજ તેમજ વિડીયો કોલ કરીને મિત્રતા કેળવી હતી બાદ ખેડૂતને મળવા પાલનપુર ખાતે બોલાવીને ગેસ્ટ હાઉસ લઈ જઈ તેનો વિડીયો ઉતાર્યો હતો. તે દરમિયાન મહિલાના સાગરીતો આવી જઈ આ યુવકનું અપરણ કરી માર મારી પાંચ લાખની ખંડણી માંગી હતી તેમજ તેની પાસેથી 54000 રોકડા અને જરૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. ત્યારે હની ટ્રેપના ભોગ બનેલા યુવાક આખરે બે મહિલા શહીત 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ગઢ પોલીસે 4 ઈસમોની અટકાયત કરી હતી જ્યારે અન્ય ફરાર બે મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અનેક એવી ટોળકીઓ છે જે પૈસાદાર લોકોને ફસાવીને રૂપિયા પડાવતી હોય છે ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠામાં જોવા મળ્યો છે અને હની ટ્રેપનો શિકાર એક ખેડૂત બન્યો છે.
ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂત હેમતાજી ધનાભાઈ પટેલના વૉટ્સએપ પર કિરણ નામની અજાણી મહિલાએ અવારનવાર મેસેજ તેમજ કોલ કરીને તેની સાથે મિત્રતા કેળવી હતી . બાદમાં આ મહિલાએ આ ખેડૂતને બાદરપુરા ગામ નજીક મળવા બોલાવ્યો હતો. જ્યાં કિરણ અને તેની ફ્રેન્ડ પૂજા ગાડીમાં સવાર થઈ પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ખાનગી હોટલ માં ગયા હતા. જ્યાં કિરણે બંધ રૂમમાં યુવાનનો વિડીયો ઉતારતાં તે ડરનો માર્યો ત્યાંથી નીકળી ગયો હતો.
ADVERTISEMENT
બાદમાં આ મહિલાએ તેને વડગામ ગામે છોડી જવાનું કહેતા ખેડૂતે તેની ગાડી વડગામ તરફ હંકારી હતી, તે દરમિયાન લાલાવાડા ગામ પાસે મહિલાએ તેને ઉલટી થતી હોવાનું જણાવી ગાડી ઉભી રખાવી હતી અને તે સમયે એક ગાડીમાં આવેલ 4 શખ્સોએ ધમકી આપી હતી અને "તુ મારી બેનને લઈને કેમ ફરે છે" તેમ કહી ખેડૂતને થપ્પડ મારી તેનું ગાડીમાં અપહરણ કરીને તેને કાણોદર છાપી વિસ્તારમાં લઈ જઈ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ માર મારી પાંચ લાખની ખંડણી માગી હતી.
ભોગ બનેલા યુવકનો આરોપ છે કે બળજબરીપૂર્વક તેની પાસેના 54000 રૂપિયા રોકડા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા અને ત્યારબાદ 4.50 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા આખરે ખેડૂતને આ ફ્રોડ ટોળકીની હકીકત જાણી જતા હની ટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત 6 ઈસમો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનાસકાંઠા રેન્જ આઇજી પરીક્ષિતા રાઠોડ એસ.પીપ્રશાંત સુમ્બેની સૂચનાના આધારે ગઢ પીઆઇ કે એમ વસાવા તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલિક હની ટ્રેપની ઘટનાને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસે ગણતરીના કલાકોમાં તેજસ સોની,મયુર રાઠોડ,કમલેશ મોચી અને અજય પટણી ને ઝડપી પાડ્યા હતા તેમજ ફરાર અન્ય બે યુવતી કિરણ તેમજ તેની બહેનપણી પૂજાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.