બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Worship of Lord Ganesha is incomplete without five items including modak red flowers

ભક્તિ / ગણેશ ચતુર્થીના દિવસે ભૂલ્યા વગર કરો આ 5 વસ્તુઓ ખાસ ઉપયોગ, નહીંતર અધૂરી રહી જશે દુંદાળા દેવની પૂજા, નહીં મળે ધાર્યું ફળ

Kishor

Last Updated: 10:02 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023 : મોદક,લાલ ફૂલો, સિંદૂર સહિતની પાંચ વસ્તુ વગર વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં!

  • ગણેશચતુર્થીના આગમનને લઈને ભક્તો અધિરા
  • ગણેશજીના જન્મોત્સવ તરીકે ગણેશચતુર્થીની ઉજવવામાં આવે છે
  • આ પાંચ વસ્તુ વગર ગણેશચતુર્થી અધૂરી

હિન્દુ ધર્મમાં ગરવા ગણેશજીનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ શુભ કાર્ય હોય તેમાં સૌપ્રથમ દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેવામાં ગણેશજીના જન્મોત્સવ તરીકે ગણેશચતુર્થીની ઉજવવામાં આવે છે. જેને લઈને ભક્તો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે અને ભગવાનના ગુણગાન ગાવામાં આવે છે. વધુમાં લોકો પોતાના ઘરે પણ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી અને વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરતા હોય છે. જેની પૂજામાં ખાસ વસ્તુનું મહત્વ રહેલું છે આવો જાણીએ વિસ્તારથી!

બુધવારે આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા, વિઘ્નહર્તા દૂર કરશે દરેક સંકટ અને  દુઃખો | worship of lord ganesh method Budhwar Puja Vidhi

19 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થી

શાસ્ત્ર અનુસાર  શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થી ઉજવવામાં આવશે. જેને લઈને ગણેશજીના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે. ખાસ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ગણેશ ઉત્સવનું અલગ જ મહત્વ હોય છે. જેમાં મોટા મોટા પંડાલો બનાવવામાં આવે છે અને ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી ઊંચી પ્રતિમા 35 ફૂટની હોવાનું જાણવા મળી રહ્યું છે.

બુધવારે ગણેશજીને આ રીતે પૂજા કરશો તો વિઘ્ન થશે દૂર, મનોકામના થશે પૂર્ણ | By  worshiping Lord Ganesha in this way on Wednesday,every wish will be  fulfilled
આ દિવસે ઉજવાશે ગણેશચતુર્થી
જ્ઞાન, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના દાતા ગણપતિ બાપાના આશિર્વાદ માટે આયોજનો થઈ રહ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો 18 સપ્ટેમ્બરે બપોરે 12.39 વાગ્યે પ્રારંભ થશે અને 19 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર વાત કરવામાં આવે તો ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે અને ખાસ પૂજા માટેનો શુભ સમય સવારે 11.01 વાગ્યાથી પ્રારંભ થશે. જે બપોરે 01.28 વાગ્યે સમાપ્ત થશે.

ગણપતિ પૂજામાં આ પાંચ વસ્તુ છે ફરજિયાત

  • શાસ્ત્ર અનુસાર ગણેશચતુર્થીના દિવસે પૂજામાં દુર્વા ઘાસનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ભગવાન ગણેશજીને દુર્વા ઘાસ અતિપ્રિય છે. આવી સ્થિતિમા દુર્વા ઘાસ વગર પૂજા આધુરી મનાઈ છે.
  • વધુમા બાપ્પાના પ્રિય એવા મોદક પણ અવશ્ય મુકવા જોઈએ. દુંદાળા દેવને મોદક ખુબ જ પ્રિય હોવાથી પૂજામાં સ્થાન આપતા બાપ્પા પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે.
  • આ ઉપરાંત ગણેશજીની પૂજામાં લાલ ફૂલોની ગેરહાજરી હોય તો આ પૂજા અધૂરી માનવામાં આવે છે. જેથી ગણપતિ દેવની પૂજામાં લાલ ફૂલોની હાજરી મહત્વપૂર્ણ છે.
  • વધુમાં ભગવાન ગણપતિને સિંદૂર પણ ખૂબ પ્રિય વસ્તુ હોવાથી પૂજામાં ભગવાન ગણેશના પ્રિય એવા સિંદૂરનું તિલક લગાવવું ન ભૂલવું જોઈએ.
  • તેમજ કેળા પણ ભગવાન ગણેશને ખાસ આરોણ કરી શકો છે. કારણ કે કેળા વગર પણ પૂજા અધૂરી માનવામાં આવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ