ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / બાંગ્લાદેશની પરિસ્થિતિ વધુ વણસી, ઢાકામાં હિંસા... અવામી લીગના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન
Last Updated: 11:45 PM, 23 November 2026
ADVERTISEMENT
રાજકીય હિંસા, આર્થિક સંકટ અને સામાજિક તણાવને કારણે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. નરેલ જિલ્લામાં આશરે 30 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં અવામી લીગના નેતાઓ અને કાર્યકરોની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સતત બગડતી જાય છે. ઢાકામાં હિંસા થઈ રહી છે. મજૂર સંઘના સભ્યો રસ્તા પર છે. ગોપાલગંજમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના કાર્યકરો દ્વારા પ્રદર્શનો ચાલુ છે. ઢાકામાં ફેક્ટરી કામદારો હવે સરકારી વાહનો અને અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. ફેક્ટરીઓમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી રહી છે. પરિસ્થિતિ પોલીસના નિયંત્રણ બહાર જઈ રહી છે. આજે અઠ્ઠાવીસ કાપડ ફેક્ટરીઓ બંધ કરવામાં આવી હતી. પરિસ્થિતિ સુધર્યા પછી જ કામ ફરી શરૂ થશે.
બાંગ્લાદેશના અનેક જિલ્લાઓમાં રાજકીય હિંસા અને આગચંપીની ઘટનાઓ સામેઆવી છે. નરેલ જિલ્લાના એક ગામમાં લગભગ 30 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. દરમિયાન કામદારો માટે વેતન વધારવાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોથી દેશના કપડા ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. કપડા ઉત્પાદકોના મતે 317 ફેક્ટરીઓને આશરે 428 મિલિયન ડોલરનું નુકસાન થયું છે, અને $254 મિલિયનના ઓર્ડર અન્ય દેશોમાં ગયા છે. દરમિયાન સોશિયલ મીડિયાની હાનિકારક અસરોથી બાળકોને બચાવવા માટે બાંગ્લાદેશ હાઈકોર્ટે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાની ઍક્સેસ પ્રતિબંધિત કરવા માટે વચગાળાના માર્ગદર્શિકાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
રાજકીય હિંસાને કારણે તણાવ વધ્યો
બાંગ્લાદેશના નરેલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેંદરચર ગામમાં શુક્રવારે હિંસા ફાટી નીકળી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે બપોરથી મધ્યરાત્રિ સુધી અનેક ઘરો અને દુકાનોમાં તોડફોડ, લૂંટ અને આગ લગાવવામાં આવી. અવામી લીગના નેતાઓ અને કાર્યકરોની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર 18 નવેમ્બરના રોજ BNP મોટરસાઇકલ રેલી પર થયેલા હુમલામાં માર્યા ગયેલા બે પક્ષના નેતાઓના પરિવારો અને સમર્થકો શુક્રવારે ગામમાં એકઠા થયા હતા. હુમલા દરમિયાન આવામી લીગના નેતાઓ અને કાર્યકરોની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અયોધ્યાથી નેપાળ જવા હવે વિઝાની જરૂર નહીં, બસ સાથે રાખવા પડશે આ 2 ડોક્યુમેન્ટ્સ
ADVERTISEMENT
શેખ હસીનાના પરત ફરવાની માંગથી રાજકીય તણાવ
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના સંભવિત પરત ફરવાનો મુદ્દો પણ રાજકીય તણાવને વધારી રહ્યો છે. હસીનાના વકીલોએ નવી દિલ્હી સ્થીત બાંગ્લાદેશ મિશનને નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ જારી કરવા વિનંતી કરી હતી જેથી તે ડિસેમ્બરમાં દેશમાં પરત ફરી શકે. જોકે, બાંગ્લાદેશ સરકારે આ વિનંતીને નકારી કાઢી હતી. ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના વિરોધ બાદ સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા બાદ શેખ હસીના ભારત આવી ગયા હતા. ત્યારબાદ વચગાળાની સરકારે તેમનો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ રદ કરી દીધો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો