બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / world second largest temple akshardham in america new jersey know its features

World Second Largest Temple / દિલ્હીના અક્ષરધામ કરતાં પણ મોટું મંદિર USAના ન્યૂ જર્સીમાં: 12 હજાર કારીગરોએ 12 વર્ષ કરી મહેનત, અંદર 10 હજાર મૂર્તિઓ, આ તારીખે ભવ્ય સમારંભ

Malay

Last Updated: 02:47 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Second Largest Temple: અમેરિકામાં બનાવવામાં આવ્યું વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર, સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત છે આ મંદિર.

  • અમેરિકામાં બન્યું વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર
  • ભારતના પ્રાચીન ધાર્મિક ગ્રંથોની જોવા મળે છે ઝલક 
  • 185 એકરમાં ફેલાયેલું છે ન્યૂ જર્સીમાં બનેલું આ મંદિર

World Second Largest Temple: જો ભારતમાં કોઈ વિશાળ અને ભવ્ય મંદિર બનાવવામાં આવે તો તે કોઈ નવાઈની વાત નથી, પરંતુ જો ભારતની બહાર વિદેશમાં કોઈ એવું મંદિર બનાવવામાં આવે જે ભારતીય ધર્મ ગ્રંથોની પ્રાચીનતા દર્શાવતું હોય તો તે ખરેખર ઘણી મોટી વાત છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતની બહાર અમેરિકામાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જે 185 એકરમાં ફેલાયેલું છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં બનાવવામાં આવેલું મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. ચાલો જાણીએ આ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે થશે? આ મંદિર સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

8 ઓક્ટોબરે થશે મંદિરનું ઉદ્ધાટન
અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું, જે હવે 2023માં પૂર્ણ થયું છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે અને તેનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર 2023ના રોજ થશે. તમને જણાવી દઈએ કે, આ મંદિરનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે.

વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર
અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને આ સ્વામિનારાયણ અક્ષરધામને 12,500થી વધુ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે થશે, પરંતુ તે પહેલા જ હજારો લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા છે.

May be a black-and-white image
PHOTO: FACEBOOK @Swaminarayan Akshardham, Robbinsville

ભારતમાં તૈયાર કરાઈ છે ડિઝાઈન
દુનિયાનું બીજું સૌથી મોટું મંદિર એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આ મંદિરમાં ભારતનો ઈતિહાસ કોતરવામાં આવ્યો છે. તેમાં ભારતીય સંસ્કૃતિ અને કલાની સાથે ધાર્મિક આસ્થા પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ મંદિરની ડિઝાઇન ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે અને તેમાં વપરાયેલા પથ્થરો યુરોપ અને ભારતથી મોકલવામાં આવ્યા છે.

May be a black-and-white image of temple and monument
PHOTO: FACEBOOK @Swaminarayan Akshardham, Robbinsville

શું છે મંદિરની ખાસિયત?
આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં લગભગ 10 હજાર દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે ચાર પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લાઈમ સ્ટોન, પિંક સેંડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટનો સમાવેશ થાય છે. આ પથ્થરો આ મંદિરની સુંદરતા વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના ન્યૂ જર્સીમાં બનાવવામાં આવેલા આ મંદિરના પરિસરમાં બ્રહ્મકુડ પણ છે. જેમાં ભારતની પવિત્ર નદીઓ તેમજ અમેરિકાની નદીઓનું પાણી છે.

May be an image of tornado, temple and lightning
PHOTO: FACEBOOK @Swaminarayan Akshardham, Robbinsville

183 એકરમાં ફેલાયેલું છે મંદિર
અક્ષરધામ તરીકે પ્રખ્યાત આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેને પ્રાચીન હિંદુ ધર્મગ્રંથો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં 10,000 મૂર્તિઓ અને પ્રતિમાઓ, ભારતીય સંગીતના સાધનો અને નૃત્ય સ્વરૂપોની કોતરણી સહિત પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ડિઝાઇન તત્વો સામેલ છે. આ મંદિર બનાવવામાં 12 હજાર કારીગરોએ 12 વર્ષ સુધી મહેનત કરી છે.  સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું, જે હવે 2023માં પૂર્ણ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ