બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનમાં લાખો લોકો જીવિત રહેવા કરી રહ્યા છે સંઘર્ષ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

હાલાકી / પાકિસ્તાનમાં લાખો લોકો જીવિત રહેવા કરી રહ્યા છે સંઘર્ષ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Nidhi Panchal

Last Updated: 09:58 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના અનેક વિસ્તારોમાં લોકો પાણીની એક બૂંદ માટે સંઘર્ષ કરી રહ્યા છે. કૂવા ખોદવા, માઈલો દૂર પાણી લાવવા અને દૂષિત પાણી પીવાની ફરજ — આ પાકિસ્તાનના લાખો લોકોનું રોજિંદું વાસ્તવિક જીવન બની ગયું છે.

ઈસ્લામાબાદ સહિત સમગ્ર પાકિસ્તાન હાલમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની અછત એટલી વધીને પહોંચી ગઈ છે કે ગામના લોકો હવે ઊંડા કૂવા ખોદી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓને લાંબી અંતરની મુસાફરી કરીને પાણી લાવવું પડે છે, જે તેમના આરોગ્ય અને જીવન બંને માટે જોખમી બની ગયું છે.

pakistan

ગ્રામીણ વિસ્તારોમાં બાળકો દૂષિત પાણી પીવાના કારણે વારંવાર બીમાર પડી રહ્યા છે. પરંતુ આ સમસ્યા ફક્ત ગામડાંઓ સુધી મર્યાદિત નથી — શહેરોમાં પણ પાણીની તંગી ગંભીર રૂપ ધારણ કરી રહી છે.

પાણીની સમસ્યાને ગંભીરતાથી

એક અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર પાણીની સમસ્યાને ગંભીરતાથી લેતી નથી. બદલે તે બીજા દેશોને દોષારોપણ કરે છે. ઘણા નેતાઓ આ સંકટ માટે ભારત અથવા અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવે છે, ખાસ કરીને સિંધુ જળ સંધિ (Indus Water Treaty)ને લઇને. પરંતુ નિષ્ણાતો કહે છે કે આ કટોકટીનો મૂળ કારણ પાકિસ્તાનની ખુદની ખામીયુક્ત પાણી વ્યવસ્થાપન નીતિ અને લાંબા ગાળાની યોજના ન હોવા છે.

pakistan-4

વધુ પાણીની તંગી

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ પાણીની તંગી ધરાવતા દેશોમાંનો એક છે. આ તંગી કોઈ કુદરતી આપત્તિનું પરિણામ નથી, પરંતુ વર્ષો સુધી ચાલેલી કુવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને રાજકીય ઉદાસીનતાનું પરિણામ છે. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IWMI)એ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનના પાણી વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ છે. અહીં પૂરતી માળખાગત સુવિધાઓનો અભાવ છે, જળ સંસાધન માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી નથી અને લાંબા ગાળાની નીતિ બનાવવાની કોઈ સ્પષ્ટ દિશા નથી.

vtv app promotion

રાજકીય વિવાદો

રાજકીય પક્ષો પણ આ ગંભીર મુદ્દાને અવગણે છે. પાકિસ્તાનની મીડિયા મુખ્યત્વે રાજકીય વિવાદો અને નેતાઓની ટકરાઓ પર ધ્યાન આપે છે, જ્યારે પાણીની કટોકટી જેવો જીવનમરણનો પ્રશ્ન પાછળ ધકેલાય છે. હવે સ્થિતિ એટલી વકરી ગઈ છે કે જો તરત જ પગલાં ન લેવાય, તો પાકિસ્તાન આવતા કેટલાક વર્ષોમાં પૂર્ણ જળ સંકટની અણી પર પહોંચી શકે છે.

આ પણ વાંચો : VIDEO : ભયાનક વિમાન દુર્ઘટનામાં 12 લોકોના મોત, ભયાનક વીડિયો આવ્યો સામે

નિષ્ણાતોનો મત છે કે હવે પાકિસ્તાનને માત્ર દોષારોપણની રાજનીતિ છોડીને પાણી સંસાધનોના બચાવ અને પુનઃવ્યવસ્થાપન માટે વાસ્તવિક પગલાં લેવાની જરૂર છે — નહીં તો તરસ એ દેશનો સૌથી મોટો શત્રુ બની જશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ દેશના અનેક વિસ્તારોમાં લોકો પાણીની એક બૂંદ માટે સંઘર્ષ કરી રહ્યા છે. કૂવા ખોદવા, માઈલો દૂર પાણી લાવવા અને દૂષિત પાણી પીવાની ફરજ — આ પાકિસ્તાનના લાખો લોકોનું રોજિંદું વાસ્તવિક જીવન બની ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sindh water treaty drought Pakistan water crisis
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ