બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 AM, 6 November 2025
અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની છે. મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની સાથે જ એક વિશાળ કાર્ગો વિમાન ક્રેશ થયું અને તેમાં વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ મુજબ, વિમાન જમીન પર પડતાની સાથે જ ભીષણ આગમાં ઘેરાઈ ગયું હતું અને બચાવ કાર્યકરો સતત સ્થળ પર કામગીરી કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ દુર્ઘટના મંગળવારે સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી, જ્યારે યુપીએસ (UPS) વર્લ્ડપોર્ટથી હોનોલુલુ (હવાઈ) જવા માટે કાર્ગો વિમાન ઉડી રહ્યું હતું. ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને ડાબા પાંખમાં આગ લાગી. ત્યારબાદ વિમાન થોડા સેકન્ડ માટે હવામાં ઊઠ્યું, પરંતુ તરત જ ધડાકા સાથે જમીન પર તૂટી પડ્યું.
ADVERTISEMENT
લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું કે, “બચાવ કાર્યકરો સતત સ્થળ પર કામ કરી રહ્યા છે અને અમે અમારા બધા ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ.” સ્થળ પરથી મળેલા વિડિયો ફૂટેજમાં ડાબી બાજુએથી ધુમાડો અને જ્વાળાઓ ઉડતા દેખાઈ રહ્યા છે. વિમાનના પડતાની સાથે જ આસપાસની ઇમારતો હચમચી ગઈ હતી અને ઘણા ઘરોની બારીઓ તૂટી ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મેયર ગ્રીનબર્ગે વધુમાં જણાવ્યું કે વિમાનમાં આશરે 2,80,000 ગેલન જેટ ઇંધણ ભરાયેલું હતું, જે આ દુર્ઘટનાનો મુખ્ય કારણ બની શકે છે. ઈંધણની વિશાળ માત્રાના કારણે વિમાનમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો.
🚨#BREAKING: Watch brand new and heart-stopping moment captured on CTV footage as a UPS cargo MD-11 Jet crashes into multiple buildings and bursts into flames shortly after attempting takeoff near Louisville’s Muhammad Ali International Airport. pic.twitter.com/8iEBP2rgCR
— R A W S A L E R T S (@rawsalerts) November 5, 2025
ADVERTISEMENT
બુધવારે એક અધિકારીએ જણાવ્યું કે વિમાનનો એક એન્જિન ટેકઓફ બાદ કામ કરવાનું બંધ થઈ ગયું હતું, જે કારણે વિમાનનું સંતુલન બગડ્યું અને તે ક્રેશ થયું. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું કે બચી ગયેલા કોઈ વ્યક્તિ મળી શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. તપાસ ટીમના વડા ટોડ ઇનમેને જણાવ્યું કે વિમાનને ઉડાન ભરવા માટે મંજૂરી મળ્યા બાદ જ ડાબા પાંખમાં આગ લાગી હતી. તપાસ દરમિયાન કોકપીટ વોઇસ રેકોર્ડર અને ડેટા રેકોર્ડર મળી આવ્યા છે, જ્યારે એક એન્જિન એરપોર્ટની નજીકથી મળ્યું છે. ઇનમેને વધુમાં જણાવ્યું કે વિમાનનો કાટમાળ અડધા માઈલના વિસ્તાર સુધી ફેલાયેલો હતો.
ADVERTISEMENT
સ્થળ પર હાજર સમર ડિકરસને કહ્યું, “અમે વિચાર્યું કે કદાચ અમારે પર હુમલો થયો છે, બધું ધ્રૂજી ઉઠ્યું.” હાલમાં તપાસ એજન્સીઓએ ઘટના સ્થળને સીલ કરી તપાસ શરૂ કરી છે, જ્યારે બચાવ ટીમો હજુ પણ શક્ય બચી ગયેલા લોકોને શોધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.