બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકાએ પાક. ના કહેવા પર યુદ્ધવિરામ લંબાવ્યું, હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી યથાવત, ઇરાને કહ્યું આ માત્ર એક ચાલ
Last Updated: 08:04 AM, 22 April 2026
Iran US Ceasefire: અમેરિકા-ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ હતો પહેલાંની સ્થિતિ જોઈને લાગતું હતું કે કે કદાચ ફરી પાછા યુદ્ધ શરૂ થઈ શકે છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ હાલ ઈરાન સાથે યુદ્ધવિરામને આગળ વધારવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે ટ્રમ્પએ કહ્યું કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસીમ મુનિર અને પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની અપીલના કહેવા પર તેમણે હુમલાઓ બંધ કર્યા છે જેથી ઈરાનની સરકાર સામે સરકાર એકમતનો પ્રસ્તાવ રજૂ કરી શકે.
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધવિરામને લઈને એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે પાકિસ્તાનની અપીલને ધ્યાનમાં રાખીને ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય કાર્યવાહીમાં સીઝફાયરને આગળ વધારવામાં આવ્યો છે. જોકે આ યુદ્ધવિરામ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે તેની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.
US President Donald Trump posts on his Truth Social, "Iran doesn’t want the Strait of Hormuz closed, they want it open so they can make $500 Million Dollars a day (which is, therefore, what they are losing if it is closed!). They only say they want it closed because I have it… pic.twitter.com/cnZwBiwXib
— ANI (@ANI) April 22, 2026
ADVERTISEMENT
ટ્રમ્પના જણાવ્યા અનુસાર હાલ ઈરાનની અંદર રાજકીય અને નેતૃત્વ સ્તરે એકતા નથી જેના કારણે સ્થિતિ અસ્થિર બની છે. આ સંજોગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકાને વિનંતી કરી હતી કે ઈરાન પરના હુમલાઓ થોડા સમય માટે રોકવામાં આવે. જેથી ઈરાન પોતાના અંદરના મતભેદો દૂર કરીને એક સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરી શકે. ટ્રમ્પે આ અપીલને સ્વીકારીને અમેરિકી સેનાને હુમલા રોકવાનો આદેશ આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભલે સૈન્ય કાર્યવાહી હાલ માટે રોકવામાં આવી હોય પરંતુ અમેરિકી સૈન્યને સંપૂર્ણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઈરાન પર દબાણ જાળવી રાખવા માટે હોર્મુઝ સ્ટ્રેટ સહિતના વિસ્તારોમાં નાકાબંધી ચાલુ રહેશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધવિરામ ત્યાં સુધી જ ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાન પોતાની તરફથી એક સચોટ અને સંયુક્ત પ્રસ્તાવ રજૂ નહીં કરે અને બંને દેશો વચ્ચેની વાતચીત કોઈ નિષ્કર્ષે નહીં પહોંચે.
ADVERTISEMENT
બીજી તરફ ટ્રમ્પના આ નિર્ણય પર ઈરાન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. અહેવાલો સૂચવે છે કે ઈરાન હાલ સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને પોતાની આંતરિક વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. જોકે, ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે ટ્રમ્પના આ પગલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમના અનુસાર યુદ્ધવિરામ લંબાવવો એ અમેરિકાની એક વ્યૂહાત્મક ચાલ છે. જેનો હેતુ ભવિષ્યમાં અચાનક હુમલો કરવાની તૈયારી માટે સમય મેળવવાનો હોઈ શકે છે. તેમણે નાકાબંધીને બોમ્બમારી જેટલી જ ગંભીર ગણાવી અને સૈન્ય પ્રતિસાદની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફેબ્રુઆરીના અંતમાં વધ્યો હતો. જેના બાદ પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ 8 એપ્રિલથી બે અઠવાડિયાનો યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. આ સમયગાળો 22 એપ્રિલે પૂરો થવાનો હતો. પરંતુ હવે તેને આગળ વધારવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ વાટાઘાટો અંગે પણ હજુ અનિશ્ચિતતા યથાવત છે. જે દર્શાવે છે કે પરિસ્થિતિ હજુ સંપૂર્ણ રીતે સ્થિર નથી અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.