ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : ઈસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાક.પર સવાલો

વિશ્વ / VIDEO : ઈસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાક.પર સવાલો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:39 PM, 21 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Controversy : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ 11 એપ્રિલે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ માટે પાકિસ્તાન પહોંચ્યા હતા.

ADVERTISEMENT

Pakistan Controversy : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ 11 એપ્રિલે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ માટે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો કોઈ નિર્ણાયક સ્થાને પહોંચ્યા ન હતા, પરંતુ એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું.

વાયરલ થયેલા એક વીડિયોમાં અમેરિકી રાજદૂત સ્ટીવ વિટકોફ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેન્સનો પરિચય એક વ્યક્તિ સાથે કરાવે છે. આ વ્યક્તિ પાકિસ્તાન મૂળના ઉદ્યોગપતિ ઉમર ફારૂક ઝહૂર હતા. એક અખબાર અનુસાર ઉમર લાંબા સમયથી નોર્વેમાં કરોડોની છેતરપિંડીના આરોપમાં વોન્ટેડ છે. આવી સ્થિતિમાં વેન્સ અને ઓમર વચ્ચેની આ ટૂંકી મુલાકાતથી અનેક સવાલો ઉભા થયા છે.

ઉમર ફારૂક ઝહૂર નોર્વેમાં કરોડોની છેતરપિંડીના આરોપમાં લાંબા સમયથી વોન્ટેડ છે. નોર્વેની મીડિયાના રિપોર્ટ મુજબ 2003માં ઝહૂર પોતાની જ ટ્રાવેલ એજન્સીમાંથી એરલાઇન ટિકિટોની ઉચાપત કરવા બદલ એક વર્ષની સજા થઈ હતી, પરંતુ તે કોર્ટમાં હાજર થયો નહોતો અને દેશ છોડી ભાગી ગયો હતો. ત્યારબાદ 2010માં નોર્વેની પોલીસ તેને મની લોન્ડરિંગ કેસમાં શોધી રહી છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ એક નકલી બૅંક બનાવીને બે કરોડ ડૉલરની છેતરપિંડી કરવાના આરોપમાં તે તપાસના ઘેરામાં છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ વિશ્વ / અમેરિકામાં ઊંધા માથે પછડાયા ટ્રમ્પ! બે તૃતિયાંશ લોકોને પસંદ નથી સ્વભાવ-કામ

પૂર્વ PM ઈમરાન ખાન કેસમાં ઝહૂરનું નામ

ઝહૂરનું નામ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોડાયેલા તોશાખાના કેસમાં પણ ચર્ચાયું છે. તેણે દાવો કર્યો હતો કે, ઈમરાન ખાને સરકારી ભેટમાં મળેલી મોંઘી ઘડિયાળ તેને અંદાજે વીસ લાખ ડૉલરમાં વેચી હતી. આ મામલે તેને 'વ્હિસલબ્લોઅર' તરીકે પણ જોવામાં આવે છે. પાકિસ્તાની સેના અને સરકાર સાથેની તેની આ નિકટતાને કારણે જ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ સાથેની તેની મુલાકાતને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. એક આંતરરાષ્ટ્રીય ભાગેડુ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે જોવા મળતાં હવે આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JD Vance Islamabad News Pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ