બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પર ગોળીઓ વરસાવી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વિશ્વ / મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પર ગોળીઓ વરસાવી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Last Updated: 12:26 PM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Terrorist Hafiz Saeed : મીડિયામાં એવા સમાચાર આવ્યા કે, હાફિઝ સઈદ પણ અબુ કતલ સાથે માર્યો ગયો છે પરંતુ આ સાચું નથી, હાફિઝ સઈદ હજુ પણ જીવિત છે, ગોળીબારમાં ઘાયલ થયેલા હાફિઝની ચાલી રહી છે સારવાર

Terrorist Hafiz Saeed : મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હાફિઝ સઈદ પાકિસ્તાનના ઝેલમમાં ગોળીબારમાં ઘાયલ થયો હતો. તેને રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાફિઝ સઈદ પાકિસ્તાન આર્મી કોર્પ્સ કમાન્ડર મંગલા સાથે મુલાકાત કરીને પરત ફરી રહ્યો હતો. ત્યાં તેનો ભત્રીજો અબુ કતલ માર્યો ગયો. વાસ્તવમાં મીડિયામાં કેટલીક જગ્યાએ એવા સમાચાર આવ્યા હતા કે, હાફિઝ સઈદ પણ અબુ કતલ સાથે માર્યો ગયો છે પરંતુ આ સાચું નથી. હાફિઝ સઈદ હજુ પણ જીવિત છે. ગોળીબારમાં ઘાયલ થયેલા હાફિઝની સારવાર ચાલી રહી છે.

મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ

હાફિઝ સઈદને 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. હાફિઝ સઈદ 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટોમાં પણ સામેલ હતો. 2001માં સઈદે ભારતીય સંસદને પણ નિશાન બનાવી હતી. તેનો સમાવેશ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં થાય છે. મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાનને તેને સોંપવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને તેને આતંકવાદી તરીકે સ્વીકારવાનો સતત ઇનકાર કર્યો છે.

વધુ વાંચો : પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, હાફિઝ સઈદના નજીકના સાથીનો ખાત્મો

હાફિઝના ભત્રીજા અબુ કતલની હત્યા

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના ભત્રીજા નદીમ ઉર્ફે અબુ કતલનું શનિવારે રાત્રે પાકિસ્તાનના ઝેલમમાં મોત થયું હતું. અજાણ્યા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નદીમ ઉર્ફે અબુ કતલ જમ્મુ અને કાશ્મીરના રિયાસી આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. રાજૌરી હુમલામાં અબુ કતલ પણ સામેલ હતો. 1 જાન્યુઆરી, 2023ના રોજ અહીં હુમલો થયો હતો.

વધુ વાંચો : સુનિતા વિલિયમ્સની 9 મહિના બાદ થઈ ઘર વાપસી, નાસાનું ક્રૂ-10 ISSમાં પ્રવેશ્યું

NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો અબુ કતલ

અબુ કતલ જમાત ઉદ-દાવાનો ટોચનો કમાન્ડર હતો. આ હુમલામાં અબુ કતલના એક સાથીનું પણ મોત થયું હતું. અબુ કતલ જમ્મુ અને કાશ્મીરમાં અનેક હુમલાઓનું આયોજન કરવા માટે જાણીતો હતો અને તે આતંકવાદી સંગઠનનો મુખ્ય કાર્યકર્તા હતો. કતલ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો સાથી હતો. તે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Terrorist Attack Abu Qatal Hafiz Saeed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ