બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત તો થઈ પણ શું શેખ હસીના ભારતમાં રહીને ચૂંટણી લડી શકશે? જાણો નિયમ
Last Updated: 10:56 PM, 9 June 2025
Bangladesh Election : બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત આખરે થઈ ગઈ છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ 2026ના પહેલા અઠવાડિયામાં યોજાશે. ચૂંટણીઓને લઈને વચગાળાની સરકાર અને સેના પ્રમુખ વચ્ચે સંઘર્ષની સ્થિતિ હતી ત્યારબાદ સેના પ્રમુખે ટૂંક સમયમાં ચૂંટણીઓની જાહેરાત કરવાની ચેતવણી આપી હતી. હવે પ્રશ્ન એ છે કે, શેખ હસીના ભારતમાં રહીને બાંગ્લાદેશમાં ચૂંટણી લડી શકે છે કે નહીં ?
ADVERTISEMENT
યુનુસ સરકારે ચૂંટણીની જાહેરાત કરી
ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારે વચગાળાની સરકારનું નેતૃત્વ કરનારા મોહમ્મદ યુનુસે સૂચન કર્યું હતું કે, મતદારોની લઘુત્તમ ઉંમર ઘટાડીને 17 વર્ષ કરવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ચૂંટણીઓ 2025ના અંત સુધીમાં અથવા 2026ના પહેલા ભાગની વચ્ચે યોજાઈ શકે છે. જો, આખરે યુનુસ સરકારે ચૂંટણી માટે મહિનાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT

શું શેખ હસીના ચૂંટણી લડી શકશે?
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પોતાનો જીવ બચાવવા ભારત આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે, શું શેખ હસીના ભારતમાં રહીને ચૂંટણી લડી શકે છે? જવાબ ના છે, કારણ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે સત્તાવાર રીતે આવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે શેખ હસીનાનું ચૂંટણી લડવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ગયા મહિને જ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, તેણે આવામી લીગનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આ કારણે પાર્ટી હવે ચૂંટણી લડી શકશે નહીં.
આ પણ વાંચો : શું પાકિસ્તાન થઇ જશે નાદાર?, આ સર્વે જોશો તો તમારા પણ હોશ ઉડી જશે
ADVERTISEMENT
કયા કાયદા હેઠળ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો?
બાંગ્લાદેશે નવા સુધારેલા આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગને સત્તાવાર રીતે વિસર્જન કરી દીધું છે. આ અંગે એક ગેઝેટ સૂચના પણ જાહેર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.