બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / વિશ્વ / હનીમૂન પર ઈન્ડોનેશિયા ગયેલું અમદાવાદી કપલ ફસાયું, હોટલમાં ગોંધી રાખીને 18 લાખની ખંડણીની માગ

ઈન્ડોનેશિયા / હનીમૂન પર ઈન્ડોનેશિયા ગયેલું અમદાવાદી કપલ ફસાયું, હોટલમાં ગોંધી રાખીને 18 લાખની ખંડણીની માગ

Hiralal Parmar

Last Updated: 12:22 PM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં હનીમૂન પર ગયેલા એક અમદાવાદી કપલને હોટલમાં પૂરી દેવાયું અને તેમની પાસેથી 18 લાખની ખંડણી માગવાનો એક બનાવ સામે આવ્યો છે.

એક અમદાવાદી કપલ અને બીજો એક શખ્સ એમ 3 ગુજરાતીઓ ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ફસાયા હતા. આ કપલ હનીમૂન મનાવવા જાકાર્તા ગયું હતું પરંતુ હનીમૂનની વાત તો બાજુએ રહી અને તેમને નર્કનો અનુભવ કરવાનો વારો આવ્યો હતો. શુક્રવારે આ કપલને હોટલમાં ગોંધી રખાયું હતું અને તેમના પરિવાર પાસે 18 લાખની માગ કરવામાં આવી હતી. તેમને હોટલમાં ગોંધી રાખીને ખંડણીની માગ કરનાર લોકોમાં એજન્ટ અને તેના મળતિયા સામેલ છે.

શું બન્યું હોટલમાં

તાજેતરમાં એક અમદાવાદી યુવાનના લગ્ન થયાં હતા અને તેઓ હનીમૂન મનાવવા જાકાર્તા ગયા હતા, તેમની સાથે બીજો પણ એક યુવાન હતો. 18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાર બાદ હોટલ પહોંચીને એક રુમ લીધો. દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો અને પોતાની જાતને ઈમિગ્રેશન ઓફિસર તરીકે આપીને પાસપોર્ટ લઈ લીધા હતા. પછી એવું સામે આવ્યું કે એજન્ટ પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ ગુજરાતી કપલને છોડાવવા માટે પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા હતા.

વધુ વાંચો : રાહુલ ગાંધીને લેટર લખનારા યોગેશ ગુપ્તા કોણ? છોકરીઓ પર કરે છે અશ્લીલ કોમેન્ટ, છવાયો રિપ્લાય

એજન્ટે નકલી વિઝા આપીને ફસાવ્યા

એવું પણ જાણવા મળ્યું છે કે એજન્ટે તેમને નકલી વિઝા આપીને ફસાવ્યાં હતા અને 18 લાખની માગણી કરી હતી. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો હતો. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે.પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Indonesia jakarta
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ