બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:02 PM, 28 December 2025
Afghanistan Crisis: હાલમાં અફઘાનિસ્તાનમાં લાખો લોકો સંઘર્ષ કરી રહ્યા છે. અહીં જીવવાનો એક માત્ર સહારો માનવતાવાદી સહાય હતી, જે પણ હવે ધીમે-ધીમે ખતમ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિ (ICRC) પ્રમાણે, વર્ષ 2025 માં અફઘાનિસ્તાનની લગભગ 2.29 કરોડ વસ્તી, એટલે કે દેશની લગભગ અડધી વસ્તીને, કોઈને કોઈ પ્રકારે માનવતાવાદી સહાયની જરૂર પડી છે. આનો અર્થ એ છે કે અહીં કરોડો લોકો બહારની મદદ વિના પોતાનું પેટ ભરી શકતા નથી.
ADVERTISEMENT
હવે સમસ્યા એ આવી છે કે આંતરરાષ્ટ્રીય ફંડિંગમાં ભારે ઘટાડો થયો છે. અમેરિકા સહિત ઘણા દેશોએ સહાય ઘટાડી દીધી છે, જેનાથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓ પણ મર્યાદિત સંસાધનો સાથે કામ કરવા માટે મજબૂર બની છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે આ શિયાળામાં આશરે 1.7 કરોડ અફઘાનીઓ ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ સંખ્યા ગયા વર્ષ કરતા 30 લાખ વધારે છે.

ADVERTISEMENT
ઠંડી, બેરોજગારી અને ફુગાવાને લીધે પરિસ્થિતિને વધુ ખરાબ થઈ રહી છે. દેશ પહેલેથી જ નબળા અર્થતંત્ર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. એ સાથે જ દુષ્કાળ, ભૂકંપ અને પડોશી દેશોમાંથી લાખો શરણાર્થીઓની વાપસીથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ખોરાક, આશ્રય અને સારવાર - આ ત્રણેય માટે સંસાધનો ઓછા પડી રહ્યા છે.
આ પણ વાંચો: તાઈવાનમાં 7.0ની તીવ્રતાનો મોટો ભૂકંપ, ધ્રૂજી ઉઠી બિલ્ડિંગ્સ, લોકોમાં ફેલાઈ દહેશત
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જણાવ્યું કે આ ઘણા વર્ષોમાં પહેલી વાર છે કે જ્યારે આ શિયાળામાં લગભગ કોઈ આંતરરાષ્ટ્રીય ખાદ્ય વિતરણ થઈ શક્યું નથી. જ્યાં ગયા વર્ષે લાખો લોકો સુધી મદદ પહોંચી હતી, ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના પરિવારોને જ રાહત મળી શકી. તેમને જણાવ્યા પ્રમાણે, વર્ષ 2025માં ફક્ત 10 લાખ લોકોને જ ખાદ્ય સહાય મળી, જ્યારે 2024માં 56 લાખ લોકો સુધી આ મદદ પહોંચી હતી. ફંડિંગની કમીને કારણે 2026માં સંયુક્ત રાષ્ટ્ર માત્ર 39 લાખ સૌથી જરૂરિયાતમંદ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અફઘાનિસ્તાનના શરણાર્થી બાબતોના મંત્રી અબ્દુલ કબીરના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ચાર વર્ષમાં 71 લાખ અફઘાન શરણાર્થીઓ દેશ પરત ફર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.