અહીંયા જારી થઇ એડવાન્સ નોટ, ફાડવા સાથે પાણીમાં ધોઇ પણ શકશો

By : krupamehta 03:20 PM, 14 June 2018 | Updated : 03:21 PM, 14 June 2018
સિડની: ઓસ્ટ્રેલિયાની સરકારે પાંચ ડોલરની એક નોટ લોન્ચ કરી છે જે થોડી હટકે છે. હટકે એટલા માટે કારણ કે એડવાન્સ્ડ ટેકનોલોજીથી લેસ આ નોટ હાથમાં લેવા પર ડ મોમની ફીલિંગ આપે છે. આ પોલિમરથી બનેલી છે. આ ફાડવા પર ફાટતી નથી અને પાણીમાં નાંખવા પર ખરાબ થતી નથી. આ નોટ પૂરી રીતે વોટર પ્રૂફ છે. આ નોટ પર અન્ય નોટોની સરખામણીમાં ભેજ અને ધૂળની પણ અસર થતી નથી. 

નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે એની આરપાસ જોઇ શકાય છે. આ નોટના સિક્યોરિટી ફીચર્સને કોપી કરવી ખૂબ મુશ્કેલ છે. 

તમે એને કોઇ પણ દિશામાં ફેરવીને જોશો તો તમને એક પૂર્વ સ્પાઇનબિલની તસ્વીર જોવા મળશે. જે એની પાંખો અને રંગ બદલે છે. એટલે કે એમાં રોલિંગ કલર ઇફેક્ટ છે. ઓસ્ટ્રેલિયા આ પ્રકારની નોટ 1988થી બનાવી રહ્યું છે. Recent Story

Popular Story