બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / World Malaria Day know dangerous effects of malaria on your health

World Malaria Day / 'મલેરિયા' 6 પ્રકારે સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન! આ રહ્યાં તેના લક્ષણો

Arohi

Last Updated: 03:32 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Malaria Day 2023: 25 એપ્રિલે દુનિયાભરમાં મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. મલેરિયા થવા પર ન્યૂરોલોજિકલ મુશ્કેલીઓથી લઈને રીનલ ફેલિયર જેવી જટિલતાઓ જોવા મળે છે. એવામાં આવો જાણીએ કે મલેરિયા કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

  • 25 એપ્રિલે હોય છે વર્લ્ડ મલેરિયા દિવસ
  • મલેરિયાના કારણે થઈ શકે છે આ સમસ્યાઓ 
  • મલેરિયા થવા થઈ ન્યૂરોલોજિકલ મુશ્કેલીઓ પણ થઈ શકે 

મલેરિયા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને એનોફેલીઝ મચ્છ કરડે છે. આ બીમારી કોવિડ કે વાયરલ ફ્લૂની જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં નથી ફેલાતી. અમુક મામલામાં મલેરિયા ઈન્ફેક્ટેડ વ્યક્તિનું લોહી ચડાવવા કે ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટથી બીજી વ્યક્તિમાં ફેલી શકે છે. 

ઈન્ફેક્શનના 10 દિવસથી લઈને 4 એઠવાડિયા સુધી મલેરિયાના લક્ષણ દેખાવવાના શરૂ થઈ શકે છે. તાવ, પરસેવો, કંમકમી, માથામાં દુખાવો, બીમારી મહેસુસ થવી, મસલ્સમાં દુખાવો, અને ઉલ્ટી થવી મલેરિયાના સામાન્ય લક્ષણોમાંથી એક છે. 

માદા મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે મેલેરિયા 
પ્લાસમોડિયમ પ્રમુખ પ્રોટોઝોઆ છે જે માદા મચ્છર એનોફિલિસના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. મલેરિયામાં ક્રોનિક જટિલતાઓ ઓછી જોવા મળે છે. તેનાથી મોટાભાગે તે લોકો ઝઝુમે છે જેમને વારંવાર મેલેરિયા થાય છે. 

મલેરિયાથી પેદા થઈ શકે છે આ મુશ્કેલીઓ 

  • લિવર ફેલિયર અને જોનડિસઃ જેમાં ત્વચા અને આંખો પીળી થઈ જાય છે. 
  • શૉકઃ બ્લડ પ્રેશર અચાનક ઓછુ થઈ જવું. 
  • ફેફસાનું ફુલવુંઃ ફેફસામાં ફ્લૂએડનું ભરાઈ જવું 
  • એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ 
  • બ્લડ શુગર ઓછુ થઈ જવું- હાઈપોગ્લાઈસીમિયા 
  • કિડની ફેલિયર 
  • સ્પ્લીનનો સોજો અને ફાટી જવું 

મલેરિયા વધારે છે આ ખતરનાક સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ 
ન્યૂરોલોજીકલ મુશ્કેલીઓ 

મલેરિયા જો ગંભીર સ્ટેજ પર પહોંચી જાય તો તે મગજને પ્રભાવિત કરી શકે છે. ઘણા કેસમાં જોવા મળ્યું છે કે આ બીમારીના કારણે દર્દીની સમજવા અને શિખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. એવામાં દર્દીને કંમકમી, ચાલવામાં મુશ્કેલી અસંતુલન અને સારવારમાં મોડુ થવા પર મલેરિયાના કારણે દોરા પડવાનું ચાલું રહી શકે છે. 

કિડની ફેલિયર 
ધણી વખત મલેરિયા ગંભીર થઈ જવા પર તેની અસર કિડની પર પણ પડે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તેનાથી કિડની ફેલિયર પણ થઈ શકે છે. 

ટ્રૉપિકલ સ્પ્લેનેગલી સિંડ્રોમ 
આફ્રીકા અને પૂર્વ દક્ષિણ એશિયા જેવા ભાગોમાં જ્યાં મેલેરિયા દર વર્ષે ફેલાય છે ત્યાં દર્દીઓમાં સ્પ્લીનનું ઈમ્યુનોલોજીરલ ઓવરસ્ટીમુશ્કેલ હોય છે. જેનાથી તેનો આકાર મોટો થઈ જાય છે અને તે અત્યાર સુધીના અમુક કેસમાં ફાટી પણ શકે છે.

તેના કારણે બ્લડનું સ્તર ઓછુ થઈ જાય છે. શરીરમાં ભયાનક કમજોરી અને થાક રહે છે. જેની અસર જીવનની ગુણવત્તા પર પડે છે. તે ફાટવાતી દર્દીનો જીવ પણ જઈ શકે છે. 

પ્રેગ્નેન્સીમાં મેલેરિયા 
ગર્ભાવસ્થા દરમિયાન જો માતાને મલેરિયા થઈ જાય છે તો તેના ભ્રણના વિકાસ પર દીર્ઘકાલિક પ્રભાવ થઈ શકે છે. તેનાથી મિસકેરેજ થવાની સંભાવના વધી શકે છે. બાળકને જન્મ સમયે વજન ઓછુ થઈ શકે છે અને વિકાસ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. 

બ્રેઈનને નુકસાન 
મલેરિયા મગજને પણ પ્રભાવિત કરે છે. પરંતુ આમ ઓછા કેસોમાં જોવા મળ્યું છે. તેને સેરેબ્રલ મલેરિયાના રૂપમાં જાણવામાં આવે છે. જે તમારા મસ્તિષ્કમાં સોજો ઉભો કરી શકે છે. ક્યારેક ક્યારેક સ્થાયી મસ્તિષ્ક ક્ષતિનું કારણ બની શકે છે.

કેન્સર 
મલેરિયા આપણી ઈમ્યુન સિસ્ટમને પણ પ્રભાવિત કરી શકે છે. જેનાથી શરીર EBV વાયરસની જેવા ઈન્ફેક્શનની ઝપેટમાં સરળતાથી આવી શકે છે. આ વાયરસનો લિમ્ફોમાં સાથે સીધો સંબંધ છે.   

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ