બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / World Liver Day 2023: symptoms abdominal pain due to fatty liver

World Liver Day 2023 / વારંવાર થાક લાગવો, ભૂખ ન લાગવી... છે ફેટી લીવરના લક્ષણો: તાત્કાલિક બચવા માટે શરૂ કરી દેવા જોઈએ આ ઉપાય

Bijal Vyas

Last Updated: 02:56 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે ફેટી લીવરની સમસ્યા લોકોમાં જોવા મળી રહી છે. આવો જાણવાનો પ્રયાસ કરીએ કે ફેટી લીવરના લક્ષણો શું છે અને શું રોગ છે?

  • ફેટી લીવર હોવું એ સામાન્ય બાબત નથી
  • વિશ્વ યકૃત દિવસ દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે
  • ક્યારેક લીવરના ભાગમાં સોજો આવે છે

World Liver Day 2023: લીવરએ શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. આ અંગ ખોરાકને પચાવવાનું કામ કરે છે. દૂષિત ખોરાક, જંક ફૂડ, દારૂ પીવાથી લીવર પર નકારાત્મક અસર પડે છે. જે રીતે ખરાબ ખોરાકને કારણે શરીર પર ચરબી વધવા લાગે છે. એ જ રીતે લીવર પર ચરબી જમા થવા લાગે તેને ફેટી લીવર કહે છે.

પરંતુ ફેટી લીવર હોવું એ સામાન્ય બાબત નથી. ફેટી લીવર શરીરના યકૃત બીમાર થઈ રહ્યું છે તેનુ સૂચન કરે છે. વિશ્વ યકૃત દિવસ દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે ફેટી લીવરની સમસ્યા લોકોમાં જોવા મળી રહી છે. આવો જાણવાનો પ્રયાસ કરીએ કે ફેટી લીવરના લક્ષણો શું છે અને શું રોગ છે?

જો તમે પણ લિવરને રાખવા માંગો છો હેલ્ધી, તો લાઇફસ્ટાઇલથી લઇને ડાયટમાં લાવો આ  બદલાવ | health to keep liver healthy make these changes in lifestyle and  diet

આ છે લક્ષણ

  • પેટમાં દુખાવો થવો તેનું પ્રાથમિક લક્ષણ છે. જ્યાં લીવર રહે છે ત્યાં દુખાવો થાય છે. 
  • પેટ હંમેશા ભરેલું રહે છે. 
  • ખાવાનું મન થતું નથી. 
  • ક્યારેક લીવરના ભાગમાં સોજો આવે છે.  
  • ઉબકા આવવાની સમસ્યા શરૂ થાય છે
  • નબળાઈ અને થાકની શરૂઆત થાય છે
  • સ્ટૂલમાં બદલાવ આવવા લાગે છે
  • ડાર્ક સ્ટૂલ થવા લાગે છે
  • જ્યારે લીવરમાં સમસ્યા વધી જાય છે ત્યારે બિલીરૂબિનનું સ્તર વધવા લાગે છે
  • જેના કારણે આંખો અને નખ બધા ​​પીળા થવા લાગે છે. 
  • આ ઉપરાંત, મૂંઝવણની સ્થિતિ, ઇજા પર ખૂબ જ ઝડપથી રક્તસ્રાવનો સમાવેશ થાય છે.

જો તમે પણ લિવરને રાખવા માંગો છો હેલ્ધી, તો લાઇફસ્ટાઇલથી લઇને ડાયટમાં લાવો આ  બદલાવ | health to keep liver healthy make these changes in lifestyle and  diet

આ કારણોના લીધે થાય છે ફેટી લીવર 
જે લોકોને જાડાપણાની સમસ્યા હોય છે. તેમના માટે ફેટી લીવરનું જોખમ ઘણું વધારે છે. ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ પણ આ રોગનો ભોગ બની શકે છે. થાઈરોઈડના દર્દીઓને પણ આ રોગનું જોખમ વધારે હોય છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે. જ્યારે તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય ત્યારે ફેટી લીવરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

આ રીતે સ્વસ્થ રાખી શકો છો લીવર
ફેટી લિવરને સ્વસ્થ રાખવા માટે લીવરનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. ખરાબ લાઇફસ્ટાઇલ હોય કે તરત જ ખતરો લીવર પર મંડરાવા લાગે છે. વજન નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જંક ફૂડના બદલે મોસમી ફળો અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. શારીરિક રીતે સક્રિય હોવું જોઈએ. યોગ, કસરતની મદદ લો. સિગારેટ અને દારૂથી દૂર રહો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ