બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / world government summit 2024 shah rukh khan speech narendra modi

Entertainment / દુબઈના આ કાર્યક્રમમાં PM મોદીની સાથે શાહરુખ ખાન પણ થશે સામેલ, 15 મિનિટ આપશે સ્પીચ

Manisha Jogi

Last Updated: 06:30 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન આ સમિટમાં શામેલ થશે.

  • દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શાહરૂખ ખાન સમિટમાં શામેલ થશે
  • દુબઈમાં 14 ફેબ્રુઆરીના રોજ આ ઈવેન્ટ યોજાશે

દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે. આ ઈવેન્ટમાં વિશ્વની તમામ પ્રખ્યાત હસ્તીઓ શામેલ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન, તુર્કીના પ્રધાનમંત્રી, કતરના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહનીનું નામ શામેલ છે. દુબઈમાં 14 ફેબ્રુઆરીના રોજ આ ઈવેન્ટ યોજાશે. 

‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’માં બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સ્પીચ પણ હશે. આ સ્પીચ 15 મિનિટની હશે. આ ખાસ અવસરે શાહરૂખ ખાન ‘મેકિંગ ઓફ અ સ્ટાર’ થીમ પર સ્પીચ આપશે. આ ચર્ચાને ‘મેકિંગ ઓફ અ સ્ટાર: અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. શાહરૂખ ખાન તેમના સ્ટારડમ અને લાઈફ જર્ની વિશે જણાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમિટમાં સંબોધન કરશે. 

વર્ષ 2023 કેવું રહ્યું
શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું હતું. શાહરૂખ ખાને વર્ષ 2023માં ફિલ્મ ‘જવાન’, ‘પઠાન’ અને ‘ડંકી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘પઠાન’એ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી દર્શકો શાહરૂખ ખાનની આગામી બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાને તેમના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ જાણકારી આપી નથી. 

વધુ વાંચો: હવે OTT પર ધમાલ મચાવશે બોબી દેઓલની 'Aashram 4', અલગ જ અંદાજમાં દેખાશે નિરાલા બાબા

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ
શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બાબતે ખાસ જાણકારી સામે આવી છે. રેડ ચિલીઝના COO ગૌરવ વર્માએ કંપની છોડી દીધી છે. ગૌરવ વર્મા છેલ્લા 9 વર્ષથી રેડ ચિલીઝ સાથે કામ કરી રહ્યા છે. ગૌરવ વર્મા કંઈક નવું કરવા માંગતા હતા. આ કારણોસર તેમણે કંપની છોડવાનો નિર્ણય કર્યો છે. રેડ ચિલીઝે એક પોસ્ટ શેર કરીને  આ જાણકારી આપી છે અને તેમને આગળની લાઈફ માટે શુભકામનાઓ આપી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ