બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / aashram 4 coming soon bobby deol again to create ruckus on ott with changed style of nirala baba

મનોરંજન / હવે OTT પર ધમાલ મચાવશે બોબી દેઓલની 'Aashram 4', અલગ જ અંદાજમાં દેખાશે નિરાલા બાબા

Manisha Jogi

Last Updated: 05:22 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ કરવામાં આવી હતી. ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે.

  • આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ થઈ હતી
  • ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે
  • ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે

બોબી દેઓલની સુપરહિટ વેબ સીરિઝ આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ કરવામાં આવી હતી. પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલ વેબ સીરિઝ ‘આશ્રમ’ની અત્યાર સુધીમાં ત્રણ સીઝન રિલીઝ થઈ છે. ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે. 

આશ્રમ 4 એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. આ સીરિઝ જોવા માટે દર્શકોએ 10 મહિના સુધી રાહ જોવી પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2024માં આશ્રમ 4 સ્ટ્રીમ થશે. મેકર્સે સીરિઝ રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત કરી નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

આશ્રમ 4ના ટીઝરમાં જોવા મળ્યું હતું કે, પહલવાન પમ્મી આશ્રમમાં વાપસી કરી રહી છે. આ સીઝનમાં પમ્મી દુલ્હન બનશે. આ સીઝનમાં બાબા નિરાલાનો પર્દાફાશ થઈ શકે છે અને તેમની ધરપકડ થઈ શકે છે. ટીઝરની શરૂઆતમાં બાબા નિરાલા કહે છે કે, ‘અમે ભગવાન છીએ, મેં તમારા કાનની ઉપર સ્વર્ગ બનાવ્યું. ભગવાનની ધરપકડ કેવી રીતે થઈ શકે છે? ટીઝરમાં ત્રિધા ચૌધરીની પણ ઝલક જોવા મળી હતી.’

પ્રખ્યાત વેબ સીરિઝ 'આશ્રમ'માં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે લોકો તેની એક્ટિંગના ભરપૂર વખાણ કરી રહ્યા છે. અન્ય બે સિઝનની જેમ આશ્રમની ત્રીજી સીઝન પણ સુપરહિટ રહી હતી. આશ્રમ 4 ની ઝલક 'આશ્રમ 3' વેબ સીરિઝમાં બતાવવામાં આવી છે. 

વધુ વાંચો: યામી-આદિત્યના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના 3 વર્ષ બાદ એક્ટ્રેસ માં બનવા જઇ રહી છે

સ્ટાર બોબી દેઓલે પોતાના કેરેક્ટરને લઈને પહેલા જણાવ્યું હતું કે, "હું હકીકતે ખૂબ જ ખુશ છું કે દર્શકોએ મને આટલો પ્રેમ આપ્યો છે. હું આ ભૂમિકા નિભાવવામાં ખૂબ જ નર્વસ હતો. કારણ કે આ પહેલા મેં ક્યારેય એક પણ નેગેટિવ રોલ નહોતો કર્યો. મારી આ ઈમેજ હંમેશા ખૂબ પોઝિટીવ રહી છે. તો હું થોડો નર્વસ પણ હતો કારણ કે તેનાથી ઈમેજ બદલાઈ જાય છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ