બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતમાં દરરોજ કેટલા લોકો ભૂખ્યા સૂવે છે? રિપોર્ટના આંકડા જાણીને હોશ ઉડી જશે

રિપોર્ટ / ભારતમાં દરરોજ કેટલા લોકો ભૂખ્યા સૂવે છે? રિપોર્ટના આંકડા જાણીને હોશ ઉડી જશે

Priykant Shrimali

Last Updated: 12:04 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Food Day : જ્યારે લોકો ખોરાક માટે તરસે છે ત્યારે ભારતમાં દર વર્ષે લગભગ 40 ટકા ખોરાકનો બગાડ થાય છે જેની કિંમત અંદાજે ₹92,000 કરોડ જેટલી

World Food Day : દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત એક તારીખ નથી પણ એક તક છે-વિશ્વને યાદ અપાવાની કે આજે પણ કરોડો લોકો પાસે પૂરતો ખોરાક નથી. આ દિવસની શરૂઆત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા 1945માં કરવામાં આવી હતી અને 2025માં FAO પોતાની 80મી વર્ષગાંઠ ઉજવશે જે લોકોને ખોરાકની જરૂરિયાત અને ખાદ્ય સુરક્ષા તરફ વધુ જાગૃતિ લાવવાનો અવસર છે.

ભૂખમરો વાસ્તવિકતાનો ચહેરો

વિશ્વના સૌથી ઝડપી વિકસતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. મેટ્રો શહેરોમાં ઊંચી ઈમારતો, ભવ્ય મોલ્સ અને ખાદ્ય સંપન્ન રેસ્ટોરાંઓની વચ્ચે પણ એક કડવી હકીકત છે દરરોજ 19 કરોડથી વધુ ભારતીયો ભૂખ્યા સૂઈ જાય છે. આ આંકડો ઘણી દેશોની કુલ વસ્તીથી પણ વધુ છે. વિશેષતા એ છે કે જ્યારે લોકો ખોરાક માટે તરસે છે ત્યારે ભારતમાં દર વર્ષે લગભગ 40 ટકા ખોરાકનો બગાડ થાય છે જેની કિંમત અંદાજે ₹92,000 કરોડ જેટલી છે. રોટલી, ભાત, શાક-બધું ઘરથી, હોટલોથી કે ફેક્ટરીઓથી કચરાપેટીમાં જાય છે-જે કોઈના જીવન બચાવી શકે તેમ હતું.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ

2021ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મુજબ ભારત 116 દેશોમાં 101મા ક્રમે આવ્યું છે-જે બતાવે છે કે, ભારતમાં ભૂખમરીની સ્થિતિ અત્યંત ગંભીર છે. વાસ્તવમાં વિશ્વમાં સૌથી વધુ ભૂખ્યા લોકો ભારતમાં છે-આ આંકડો ચીન કરતા પણ વધુ છે, જયારે બંને દેશોની વસ્તી લગભગ સમાન છે.

ભુખમરો શા માટે છે ?

વિશ્વભરમાં દર વર્ષે લગભગ 2.5 અબજ ટન ખોરાકનો બગાડ થાય છે. કોરોનાકાળ પહેલા પણ આ આંકડો 93 કરોડ ટન હતો. તેમાંથી 63 ટકા ખોરાક ઘરોમાંથી, 23 ટકા હોટલ/રેસ્ટોરાંમાંથી અને 13 ટકા રિટેલ દુકાનોમાંથી બગડતો હતો. આ સ્થિતિ એવી છે કે ખોરાકની ઉપલબ્ધિ હોવા છતાં, તેની યોગ્ય વહેંચણી ન હોવાથી લોકો ભૂખ્યા રહી જાય છે.

સરકારની યોજનાઓ અને પ્રયાસો

ભુખમરાને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013: જેના દ્વારા કરોડો લોકોને સબસિડીવાળું અનાજ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના (Midday Meal Scheme): ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પોષણયુક્ત ભોજન. આંગણવાડી કાર્યક્રમ: 0-6 વર્ષની ઉંમરના બાળકો, ગર્ભવતી અને ધાય માતાઓ માટે. જાહેર વિતરણ વ્યવસ્થા (PDS): અનાજ, ઘઉં, ચોખા વગેરેને લઘુ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમની અસરકારક અમલવારી અને લોકો સુધી પહોંચ સુનિશ્ચિત કરવી એ હવે પણ પડકારરૂપ છે.

આ પણ વાંચો : દિવાળી પહેલા મેઘરાજા ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી

આપણી શું ફરજ બને છે?

વિશ્વ ખાદ્ય દિવસ માત્ર સંસ્થાઓ કે સરકાર માટે વિચાર કરવાનો દિવસ નથી-આપણે દરેકે કંઈક જવાબદારી લેવાની જરૂર છે. ખોરાકનો બગાડ ન થવા દો. વધારાનો ખોરાક જરૂરતમંદોને આપો. સ્થાનિક NGO કે ફૂડ બેંક સાથે જોડાઈ શકાય છે. બાળકોને નાના વયથી ખોરાકના મૂલ્ય વિશે શીખવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Global Hunger Index World Food Day Food and Agriculture Organization
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ