બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / World Expert Advice Employers Look at Resumes for Barely 5 Seconds

કામની વાત / વર્લ્ડ એક્સપર્ટની સલાહ: નોકરી આપનારા માંડ 5 સેકન્ડ જુએ છે રિઝ્યુમે, આ વસ્તુ હશે તો થઈ જશે કામ

Megha

Last Updated: 01:23 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી કરતાં લોકો સારું રિઝ્યુમ (Resume) બનાવવા માટે ઘણા કલાકો વિતાવે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે રિક્રુટર્સ ઘણીવાર માત્ર ત્રણથી પાંચ સેકન્ડ માટે રેઝ્યૂમેમાં આપેલ વિગતો જોવાનું પસંદ કરે છે.

  • નોકરી કરતાં લોકો Resume બનાવવામાં ઘણી મહેનત કરે છે. 
  • રિક્રુટર્સ દરેક Resume જોવામાં બહુ ઓછો સમય પસાર કરે છે.
  • રિક્રુટર્સ ''ત્રણથી પાંચ સેકન્ડ" માટે કોઈપણ Resume જુએ છે

નોકરી કરતાં લોકો રિઝ્યુમે બનાવવામાં ઘણી મહેનત કરે છે, તેઓ એમ વિચારતા હોય છે કે વધુ મહેનત કરીને દરેક નાની ડિટેલ તેમાં લખવામાં આવશે તો રિક્રુટર્સ તે દરેક ડિટેલને ધ્યાનમાં લેશે અને એ પ્રમાણે જોબ પ્રોફાઇલ મળશે પરંતુ એવું નથી હોતું. ડિઝનીના ભૂતપૂર્વ  રિક્રુટરસિમોન ટેલર કહે છે કે રિક્રુટર્સ દરેક રિઝ્યૂમે જોવામાં બહુ ઓછો સમય પસાર કરે છે. તે "ત્રણથી પાંચ સેકન્ડ" માટે કોઈપણ રેઝ્યૂમે જુએ છે અને નક્કી કરે છે કે તે આગળ વાંચવા યોગ્ય છે કે નહીં.

difference-between-cv-resume-and-bio-data

આ વિશે વાત કરતાં એમને આગળ સમજાવ્યું કે ત્રણથી પાંચ સેકન્ડ એ ખૂબ જ ઓછો સમય છે પરંતુ આટલા ઓછા સમયમાં જરૂરી માહિતી મેળવવા માટે, ભરતી કરનારાઓ "માસ્ટર કીવર્ડ સ્કેનર્સ" બની જાય છે અને વિગતો શોધે છે જેના આધારે તેઓ નિર્ણય લે છે. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સાથે આગળ વધવું કે નહીં. આવી સ્થિતિમાં નોકરી માટે અરજી કરવા જઈ રહેલા ઉમેદવારો માટે આ ઉપયોગી માહિતી છે. ચાલો વિસ્તારમાં જાણીએ કે રિક્રુટર્સ રેઝ્યૂમેમાં પહેલા શું જોવાનું પસંદ કરે છે.

avoid these cloths during job interview

- 'વર્તમાન નોકરીની સ્થિતિ'
સૌ પ્રથમ, ભરતી કરનારાઓ વર્તમાન જોબ પોસ્ટિંગને જુએ છે. એટલે કે ઉમેદવાર હાલમાં કઈ પોસ્ટ પર કામ કરી રહ્યો છે. સિમોન ટેલર કહે છે કે, રિક્રુટર્સ પ્રથમ વસ્તુ એ જુએ છે કે તમે કઈ સ્થિતિમાં કામ કરી રહ્યા છો. જે પછી તેઓ ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તેની સાથે તેની સરખામણી કરે છે. ભરતી કરનારાઓ એ જોવા માંગે છે કે તેઓ જે સ્થાન ભરવા માગે છે તેની વર્તમાન સ્થિતિ કેટલી સમાન છે. આનાથી રિક્રૂટર્સને ખ્યાલ આવે છે કે તમે અત્યારે શું કરી રહ્યા છો અને તમે તેમની કંપનીમાં શું કરી શકો છો. જો તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે વર્તમાન પોસ્ટ સાથે મેળ ખાતી હોય તો ઇન્ટરવ્યુ પ્રક્રિયા સરળ બને છે.  

વધુ વાંચો: હોમ લોન પર ઘર લેવાય કે ભાડે રહેવાય? શેમાં ફાયદો? સમજો સરળ ગણિત

- 'કામનો અનુભવ'
જ્યારે રિક્રુટર્સ તમારી તાજેતરની જોબ પોસ્ટને જુએ છે, ત્યારે તેઓને તમે જે કંપની માટે કામ કરો છો અથવા જેના માટે કામ કર્યું છે તેનું નામ પણ જોશે. જે પછી રિક્રુટર્સ તમારા કામનો અનુભવ જોવાનું પસંદ કરે છે. જેના આધારે તેઓ નક્કી કરે છે કે ઉમેદવાર પાસે કેટલું જ્ઞાન છે અને તે કંપનીના વિકાસમાં કેટલું યોગદાન આપી શકે છે. આ માહિતીના આધારે જ ભરતી કરનારાઓ વિચારણા કરે છે કે કોઈ પણ ઉમેદવાર સાથે ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં આગળ વધવું કે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ