બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / VTV Special buy house on a home loan or pay rent Understand simple math

તમારા કામનું / હોમ લોન પર ઘર લેવાય કે ભાડે રહેવાય? શેમાં ફાયદો? સમજો સરળ ગણિત

Megha

Last Updated: 03:24 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો વચ્ચે એ મુંઝવણ ઉભી થઈ છે કે પોતાનું ઘર લેવા માટે લોન લેવી જોઇએ કે ભાડે રહવું જોઇએ. વિડીયોમાં અમે તમને ડિટેલમાં સમજાવ્યું છે જે જોઇને તમે જ નક્કી કરો કે ભાડા ભરવા વધુ સારા કે EMI?

  • શું લોન પર ઘર લેવા કરતા રેન્ટ પર એટલે કે ભાડે રહેવામાં વધારે ફાયદો છે?
  • પહેલી નજરમાં ભાડે રહેવું વધારે સારું લાગશે પરંતુ આ અડધું સત્ય છે.. 
  • જો ભાડે રહેતા હશો તો 50 કે 60ની ઉંમર પણ ભાડુ ભરતા રહેશો. 

પોતાનું ઘર બનાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ આજકાલ ઘણા ફીન-ઈન્ફ્લુએન્સરનું એવું કહે છે લોન પર ઘર લેવા કરતા રેન્ટ પર એટલે કે ભાડે રહેવામાં વધારે ફાયદો છે. એટલા માટે લોકો વચ્ચે હવે એ મુંઝવણ ઉભી થઈ ગઈ છે કે પોતાનું ઘર લેવા માટે લોન લેવી જોઇએ કે ભાડે રહવું જોઇએ. એવામાં જો તમે પણ ઘર લેવાનું વિચારો છો તો તમને પણ કોઈએ કહ્યું હશે કે 20 વર્ષ સુધી લોનના હફ્તા ભરવા અને ડબલ રૂપિયા ભરવા એના કરતા ભાડે રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ એવું નથી.

હવે વિચારી લો તમારે કોઈ ઘર ખરીદવું છે અને તેની કિંમત અંદાજે 50,00,000 છે, પોતાનું ઘર લોન પર લો છો તો તમારે ઘરના 20 થી 25 ટકા ડાઉન પેમેન્ટ ભરવું પડશે કારણકે બેંક 70 -75 ટકા સુધી જ લોન કરી આપે છે. એવામાં જો લાખની લોન મળે તો 8.5 થી 9 ટકા પર તો તમારે 35 હજારનો દર મહિને હપ્તો આવે છે. તેણી સામે એ જ ઘર તમને અંદાજે વાર્ષિક 1,80,000 એટલે કે મહિને 15 હજારની ભાડે મળી જશે. આ ગણિત જોઇને તો એમ જ લાગે કે ભાડે રહેવું વધારે સારું છે પણ આ અડધું સત્ય છે..

આ ગણિત કેવી રીતે અડધું સત્ય છે તેણી ડિટેલ આ વિડીયોમાં સમજાવવામાં આવી છે.. 

જો તમે ભાડે રહો છે તો દર વર્ષે ભાડું 8 થી 10 ટકા વધશે અને તેની સામે EMI તો સેમ જ રહેવાની છે. લાંબાગાળાનો વિચાર કરો તો 10 વર્ષમાં બની શકે કે તમારું ભાડુ ડબલ થઈ જાય, પરંતુ EMIની રકમ 20 વર્ષ સુધી એકસરખી જ રહેવાની છે અને 21મા વર્ષે એ ઘર તમારું પોતાનું થઈ શકે છે. પણ જો ભાડે રહેતા હશો તો 50 કે 60ની ઉંમર પણ ભાડુ ભરતા રહેશો. 

બીજી એક આરગ્યુમેન્ટ એવી હોય છે કે તમે 35 હજાર હફ્તો ભરો એના કરતા 15 હજાર ભાડુ ભરો અને જે 20,હજાર વધે છે એને સ્ટોક્સ મ્યુચ્યલ ફન્ડ SIPમાં ઈન્વેસ્ટ કરો તો પણ 20 વર્ષેએ એટલી મોટી રકમ થઈ જશે કે તમે ઘર ખરીદી શકશો. જો કે આ વાત પણ અર્ધસત્ય છે. જો તમે દર મહિને 20 હજારની SIP તો અંદાજે 10 વર્ષે 47 લાખ રૂપિયા મળશે પરંતુ તેની સામે 10 વર્ષમાં 50 લાખ વાળા ઘરની કિંમત શું 50 લાખ જ રહેવાની છે?

વધુ વાંચો: ઘર માટે લોન લેવી છે? કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ

ભારતમાં દર વર્ષે રફલી રીયલ એસ્ટેટનિ કિંમત 10 ટકા વધી જતી હોય છે એટલે 10 વર્ષ પછી 50 લાખના ઘરની કિંમત 1.25 કરોડની આજુ બાજું થઈ ગઈ હશે. હવે ઘરનું ઘર ખરીદવું કે ભાડાના ઘરમાં રહેવું તેના ગણિત વિશે ઉપર આપેલ વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. વિડીયો જોઇને તમે જ નક્કી કરો કે ભાડા ભરવા વધુ સારા છે કે EMI?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ