BCCIએ પોતાના ટ્વીટર પર ટીમની હાર બાદનો ડ્રેસિંગ રૂમનો વીડિયો શેર કર્યો છે જેમાં તમામ ખેલાડીઓ સાથે ટી દિલીપ વાતચીત કરી રહ્યાં છે.
BCCIએ ડ્રેસિંગ રૂમનો વીડિયો શેર કર્યો
ખેલાડીઓ સાથે મળેલી હાર બાદ વાતચીત
ટી દિલીપે વિરાટ કોહલીનાં ખાસ વખાણ કર્યાં
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટિંગ કરી. કોહલીએ સંપૂર્ણ ટૂર્નામેંટમાં 11 મેચોમાં કુલ 765 રન બનાવ્યાં જેમાં 3 સદી અને 5 અર્ધ શતક સામેલ છે. કોહલીને તેમના આ ધમાકેદાર પ્રદર્શન માટે તેમને ટૂર્નામેંટનાં 'બેસ્ટ ખેલાડી' નું ટાઈટલ આપવામાં આવ્યું. ફાઈનલ મેચમાં તેમણે ઑસ્ટ્રેલિયાનાં ખેલાડી ડેવિડ વૉર્નરનો શાનદાર કેપ સ્લિપમાં પકડ્યો. આ સિવાય તેમણે મેચમાં સારી ફિલ્ડિંગ પણ કરી જે બાદ તેઓ ફીલ્ડર ઑફ ધ મેચ પણ બન્યાં. મેચમાં હાર મેળવ્યાં બાદ BCCI એ ખેલાડીઓનો એક behind the scenes વીડિયો શેર કર્યો જેમાં તમામ પ્લેયર્સ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા દેખાય છે.
From our first medal ceremony to the last - thank you to all the fans who've given us a lot of love for it 💙
Yesterday, we kept our spirits high in the dressing room and presented the best fielder award for one final time.
ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ સાથે હાર બાદ વાતચીત
BCCIએ X પ્લેટફોર્મ પર એક વીડિયો અપલોડ કર્યો જેમાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ હાર બાદ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા નજર આવી રહ્યાં છે. ટી દિલીપે આ દરમિયાન મેચમાં મળેલી હાર અંગે વાત કરી. તેમણે કહ્યું કે આપણાથી શક્ય હતું એ આપણે કર્યું પણ તેમ છતાં રિઝલ્ટ આપણાં પક્ષમાં નથી. જેમ રાહુલે કહ્યું કે આપણે સૌએ પોતાના પર ગર્વ કરવો જોઈએ. હું તમામ ખેલાડીનો આભાર માનું છું.
વિરાટ કોહલીનાં વખાણ
વિરાટ કોહલીનો ઉલ્લેખ કરતાં ટી દિલીપે કહ્યું કે,' આ ટૂર્નામેંટ દરમિયાન આપણે એવા ઘણાં ઉત્તમ કેચ પકડ્યાં પણ હું સૌથી વધુ વખાણ તો આપણાં દ્વારા ફિલ્ડ પર દેખાડવામાં આવેલા ભાઈચારાનાં વખાણ કરીશ. જેવી રીતે તમામે એકબીજાની મદદ કરી, એ અદભૂત હતું.' તેમણે કહ્યું કે,' આજનો વિજેતા કે જે ખતરનાક ખેલાડી છે. દરેકવખત જ્યારે પણ એ ખેલાડી ફીલ્ડ પર જાય છે, પોતાનું મેજિક દેખાડે છે. એ ઘણાં લોકોની પ્રેરણા પણ બન્યાં છે. એ બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી છે...'