બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023: team India should be alert for their upcoming matches as there are chances of upsets danger in India vs Bangladesh

માહોલ ગરમ / ટીમ ભારત સાવધાન! વર્લ્ડ કપમાં રોહિત શર્માની ટીમ પર 7 મોટા ઉલટફેર વાળો ખતરો, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા બાદ હવે કોણ?

Vaidehi

Last Updated: 04:53 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023માં અપસેટ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં 2 ઉલટફેર થઈ ચૂક્યાં છે તેવામાં ટીમ ઈન્ડિયાએ પોતાની આવનારી મેચોમાં સાવધાની સાથે રમવાની તૈયારી રાખવી પડશે.

  • વર્લ્ડ કપ 2023માં અપસેટ્સનો ટ્રેન્ડ
  • અત્યાર સુધી 2 ઉલટફેર થઈ ચૂક્યાં છે
  • ટીમ ઈન્ડિયાએ પોતાની અપકમિંગ મેચ માટે સાવધાન રહેવું જરૂરી

વર્લ્ડ કપ 2023: ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાને માત આપી હતી જે બાદ સાઉથ આફ્રીકાને નેધરલેન્ડસે્ માત આપી હતી. વર્લ્ડ કપમાં ઉલટફેરનાં એંધાણ જોવા મળી રહ્યાં છે. આ જ કારણોસર આ વખતે વર્લ્ડ કપની મજા બેગણી થઈ ગઈ છે. પરંતુ આ મનોરંજનની વચ્ચે એ ટીમોને મોટું નુક્સાન થઈ શકે છે કે જે અપસેટ્સનો શિકાર બને છે. આ અપસેટ્સ ટીમોનો સ્કોર ખરાબ કરી દે છે. અત્યારસુધીમાં વર્લ્ડ કપમાં 2 ઉલટફેર થઈ ચૂક્યાં છે.  વર્લ્ડ કપ 23'માં એવી અનેક મેચો જોવા મળી શકે છે જેમાં લો રેન્કિંગવાળી ટીમ ટોપ ટીમને હરાવી દે.. તેવામાં ટીમ ઈન્ડિયા પર પણ મોટું જોખમ બની શકે છે.

ટીમ ઈન્ડિયાને અપસેટ્સનું જોખમ
રોહિત એન્ડ ટીમ અત્યાર સુધી 3 મેચ જીતી ગઈ છે પરંતુ ચોથી મેચમાં ઈન્ડિયાએ એ ટીમનો સામનો કરવાનો છે જે ઉલટફેરમાં માહેર છે. તે વર્લ્ડકપમાં એક નહીં પણ 7 વખત અપસેટ્સ કરી ચૂકી છે. આ ટીમ છે બાંગ્લાદેશની.. તેણે વર્લ્ડ કપનાં ઈતિહાસમાં અનેક ટીમોને હરાવ્યું છે જેમાં ટીમ ઈન્ડિયા પણ શામેલ છે. ભારત-બાંગ્લાદેશ મેચ 19 ઑક્ટોબરનાં પૂણેમાં યોજાવા જઈ રહી છે પરંતુ આ મેચ પહેલાં જાણો અપસેટ્સમાં માહેર એવી બાંગ્લાદેશની ટીમ વિશે કેટલીક માહિતી.

બાંગ્લાદેશ ઉલટફેરમાં એક્સપર્ટ
બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ ઈતિહાસમાં 7 વખત ઉલટફેર કરી ચૂકી છે. બાંગ્લાદેશે પહેલો ઉલટફેર વર્ષ 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે કર્યો હતો. બાંગ્લાદેશે દ્વિતીય અપસેટ્સ 2007માં ભારતને હરાવીને કર્યું હતું. વેસ્ટઈંડીઝમાં થયેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજથી જ બહાર થઈ ગઈ હતી. 2007માં જ બાંગ્લાદેશે સાઉથ આફ્રીકાને પણ હરાવ્યું હતું. 2011 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમે ઈંગ્લેન્ડને માત આપી. 2019 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સાઉથ આફ્રીકા અને વેસ્ટઈંડીઝને માત આપી હતી. હવે 2023 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ફરી ઉલટફેરની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાએ સાવચેત રહેવું પડશે
એ તો સ્પષ્ટ છે કે બાંગ્લાદેશની ટીમ ઈચ્છે તો તે પોતાનું બેસ્ટ આપીને સામેની ટીમને હરાવી શકે છે. અને આ વાત ટીમ ઈન્ડિયાએ ધ્યાનમાં રાખવી પડશે કારણકે ટીમ ઈન્ડિયાને હાલમાં જ આ ટીમે વનડે સીરીઝમાં 2-1થી માત આપી છે. બાંગ્લાદેશની ટીમને ખ્યાલ છે કે ટીમ ઈન્ડિયા સામે મેચમાં કઈ રીતે જીત મેળવવી તેથી પૂણેમાં થવા જઈ રહેલી મેચમાં રોહિત શર્મા ટીમે સાવચેતી અને સંપૂર્ણ તૈયારી સાથે મેચ રમવાની ફરજ પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ