બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું તમે પણ આ ફીલ્ડમાં જૉબ કરી રહ્યાં છો? તો ચેતી જજો, AI નોકરી ખાઇ જશે!
Last Updated: 12:02 PM, 2 August 2025
Microsoft on AI : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિશે તો તમે બધા જાણતા જ હશો. જોકે હવે આ AI કેટલાય લોકોની નોકરી માટે જોખમ ઊભું કરી શકે છે. જો તમે લેખક, અનુવાદક અથવા ગ્રાહક સેવા કાર્યકર છો તો આ સમાચાર તમારી માટે છે.
ADVERTISEMENT

વાસ્તવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સીધી તમારી નોકરીને અસર કરી રહ્યું છે. જો તમે નર્સ, મિકેનિક અથવા મજૂર છો તો તમારી નોકરી હાલમાં સલામત માનવામાં આવે છે.
ADVERTISEMENT

બિંગ કોપાયલોટ (Bing Copilot) (હવે Microsoft Copilot) સાથે 2 લાખ AI ક્રિયા પ્રતિક્રિયાઓ પર આધારિત માઈક્રોસોફ્ટ રિસર્ચનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે, AI વાસ્તવિક દુનિયામાં ઘણી નોકરીઓની કામગીરીમાં ધીમે ધીમે ફેરફાર કરી રહ્યું છે.
ADVERTISEMENT

હવે જાણો કઈ AI કઈ નોકરીઓને સૌથી વધુ અસર કરી શકશે ?
ADVERTISEMENT
આ રિપોર્ટમાં માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ્લાયબિલિટી સ્કોર વિકસાવ્યો છે. આ સ્કોર લોકો AI પાસેથી કયા પ્રકારનું કામ કરાવી રહ્યા છે, AI તે કેટલી સારી રીતે કરે છે અને તેની અસર કેટલી વ્યાપક છે તેના પર આધારિત છે.

ADVERTISEMENT
આ ક્ષેત્રોમાં નોકરીઓ સૌ પ્રથમ પ્રભાવિત
ADVERTISEMENT

આ ઉપરાંત પત્રકારો, ઇતિહાસકારો, ટેકનિકલ લેખકો, શિક્ષકો અને જનસંપર્ક વ્યાવસાયિકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આ બધામાં એક વસ્તુ સમાન છે. માહિતી, સંદેશાવ્યવહાર અને સામગ્રી-આધારિત કાર્ય જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી અને સચોટ રીતે કરી શકે છે.

હવે જાણીએ કે હાલ કઈ નોકરીઓ સલામત ?
શારીરિક પ્રયત્નો અથવા માનવ સંભાળની જરૂર હોય તેવા કાર્યો હાલમાં AI માટે પહોંચની બહાર છે.
આનું કારણ એ છે કે Copilot, GPT અથવા Claude જેવા AI ટૂલ્સ ફક્ત સૂચનો આપી શકે છે પરંતુ કોઈ ભૌતિક કાર્ય પોતાની મેળે કરી શકતા નથી.
હવે સૌથી અગત્યની વાત કે શું સારા પગારવાળી નોકરીઓ પણ જોખમમાં ?
માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પગાર અને AI ની અસર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. મધ્યમ સ્તરની અથવા સર્જનાત્મક નોકરીઓ વધુ પ્રભાવિત થઈ રહી છે જ્યારે ઉચ્ચ પગારવાળી અથવા વિશેષ નોકરીઓ હાલમાં એટલી અસરગ્રસ્ત નથી. BA જેવી ડિગ્રી હોવી કે ન હોવી તેનાથી બહુ ફરક પડતો નથી AI દરેકને અસર કરી શકે છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓને ગિફ્ટ! ChatGPTમાં આવ્યું નવું ફિચર, જાણો કેવી રીતે અભ્યાસમાં કરશે મદદ
શું તમે જાણો છો તમારી માટે આ પરિવર્તનનો અર્થ ?
હવે જો તમારું કામ વાંચન, લેખન, સંશોધન અથવા સમજાવટ સાથે સંબંધિત છે તો સમજો કે, તમે પહેલાથી જ AI સાથે વર્કબેન્ચ શેર કરી રહ્યા છો. ભલે AI હમણાં તમારું કામ છીનવી ન લે પણ તે ચોક્કસપણે તમે તે કેવી રીતે કરો છો તે બદલી રહ્યું છે. બીજી બાજુ જો તમારું કામ ભૌતિક છે જેમ કે, ઉપાડવું, બનાવવું, સમારકામ કરવું અથવા સંભાળ રાખવ તો હાલમાં તમારો વ્યવસાય AI થી સુરક્ષિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.