બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / 'વર્ક ફ્રોમ હોમ' બધાને જોઈએ પણ લોકોને નથી દેખાતું આ મોટું નુકશાન
Last Updated: 04:10 PM, 10 June 2026
COVID-19 વખતે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી. જેનાથી લોકો ઘરેથી કામ કરી શકતા હતા. આ પેંડેમીક દરમિયાન લોકોના જીવનમાં આવેલું વર્ક ફ્રોમ હોમ ત્યારથી લાખો લોકોના જીવનનો ભાગ બની ગયું છે. તેને ઓફિસ જવાની ઝંઝટ દૂર કરી, સમય બચાવ્યો અને સુગમતા આપી હતી કરી. આથી આજે પણ ઘણા લોકો ઘરેથી કામ કરવાનો ઓપ્શન છોડવા તૈયાર નથી. તેઓ આ સુવિધા માટે તેમના પગારમાં થોડો સમાધાન કરવા પણ તૈયાર છે.
ADVERTISEMENT
પરંતુ જે લોકો વર્ક ફ્રોમ હોમ કરવાનું પસંદ કરે છે તેમના માટે અમુક ખરાબ સમાચાર છે. એક નવી સ્ટડી વર્ક ફ્રોમ હોમના બીજા પાસાં તરફ ધ્યાન દોર્યું છે. આ સ્ટડી મુજબ ઘરેથી કામ કરતા લોકોમાં એકલતા, ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમની સોશિયલ એક્ટીવીટી પણ ઘટી રહી છે, અને તેઓ પહેલા કરતા વધુ લોનલી ફિલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ન્યુ યોર્ક ફેડરલ રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રી નતાલિયા ઇમેન્યુઅલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લોકો ઘરેથી કામ કરવાની સુવિધાનો આનંદ માણવા માટે તેમની આવકના 4% થી 10% છોડી દેવા તૈયાર છે. આ દર્શાવે છે કે વર્ક ફ્રોમ હોમ કરવાની માંગ ખૂબ જ છે. પણ તેમની સ્ટડીમાં એ પણ બહાર આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમ કરતા લોકો કામ કરતી વખતે વધુ સમય એકલતામાં પસાર કરે છે, મનોચિકિત્સકોની મુલાકાત લે છે અને તેમની માનસિક સ્થિતિનું નકારાત્મક મૂલ્યાંકન થાય છે.

ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ યુ.એસ.માં પાંચ મુખ્ય રાષ્ટ્રીય સર્વેક્ષણોમાંથી ડેટાની તપાસ કરી અને બે પ્રકારની નોકરીઓની તુલના કરી હતી.
ADVERTISEMENT
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રિમોંટેબલ જોબ્સમાં કામ કરતા લોકો ઘરેથી કામ કરતી વખતે એકલા વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. એકલા વિતાવેલા તેમના કલાકોમાં 58% નો વધારો થયો. આ સિવાય દિવસભર સંપર્ક વગર રહેવાની તેમની સંભાવના 72% વધી હતી. આનો મતલબ માત્ર ઓફિસમાં કોઈ સામ-સામે વાતચીત કરવાનો નથી. ઘણા લોકો આખા દિવસ માટે રૂબરૂ વાતચીત કર્યા વગર પસાર કરે છે. કોફી પીતી વખતે, બજારમાં જતી વખતે, કે શેરીમાં કોઈને જોતી વખતે પણ તેમની પાસે કોઈ વાતચીત થતી નથી. ઘણા લોકો આખા દિવસ માટે એક પણ વ્યક્તિ સાથે રૂબરૂ વાતચીત કર્યા વગર પસાર કરે છે.
ADVERTISEMENT
આ સ્ટડીનું બીજું રસપ્રદ પરિણામ એ હતું કે ઘરેથી કામ કરતા લોકો કામ કર્યા બાદ પણ મિત્રો સાથે વધુ સમય પસાર કરતા નથી. મતલબ કે ઓફિસમાં તેઓ જે પબ્લિક કોન્ટેક્ટ ગુમાવે છે તેની ભરપાઈ સાંજે કે રજાઓ દરમિયાન પણ થતી નથી.
નિકોલસ એપ્લી જણાવે છે કે આ તારણ આશ્ચર્યજનક નથી, કેમ કે અસંખ્ય અભ્યાસોએ અગાઉ દર્શાવ્યું છે કે એકલતા અને ઓછી સોહિયેલ એક્ટિવિટી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ અનુસાર, લાંબા સમય સુધી એકલતા માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. એકલતા રોગપ્રતિકારક શક્તિને કમજોરબનાવી શકે છે, હૃદય અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે અને તણાવ અને હતાશામાં વધારો કરી શકે છે. એ પણ જાણવા મળ્યું છે કે સારા સામાજિક સંબંધો સુખી અને પરિપૂર્ણ જીવનની ચાવી છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર આ સ્ટડીનો મતલબ એ નથી કે બધી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓફિસ આવવા માટે દબાણ કરવું જોઈએ. જો કે કંપનીઓએ સમજવું જોઈએ કે ઘરેથી કામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. આથી ઓફિસનું વાતાવરણ એવી રીતે બનાવવું જોઈએ કે લોકો ત્યાં આવવાનો આનંદ માણે. જો કર્મચારીઓને ઓફિસમાં બોલાવવામાં આવે તો એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના કલીગ હાજર હોય જેથી તેમને બીજા લોકો સાથે સોશિયલાઈઝ અને વાતચીત કરવાનો મોકો મળે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.