ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Women with long hair have more sex than ladies with shorter cuts, study finds
ADVERTISEMENT
મહિલાઓને વાળ લાંબા રાખવા ખૂબ ગમે છે. વાળ મહિલાઓનું આભૂષણ છે તેમ કહીએ તો ખોટું નથી પરંતુ હવે પહેલી વાર વાળ અને સેક્સ લાઈફ વચ્ચે એક આશ્ચર્યજનક કડી મળી છે. દક્ષિણ કોરિયાની યોનસેઈ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે લાંબા અને મજબૂત વાળ ધરાવતી પરણેલી મહિલાઓ ટૂંકાવાળી મહિલાઓ કરતાં વધુ વખત સેક્સ કરે છે.
લાંબા વાળને કારણે લાંબા વાળ પતિઓની તેમની પત્નીઓના આકર્ષણ વિશેની દ્રષ્ટિને વધારે છે અને તેમના પ્રત્યેની તેમની જાતીય ઇચ્છાને તીવ્ર બનાવી શકે છે. જો સામે પક્ષે પુરુષોના વાળની લંબાઈ તેમની સેક્સ લાઈફ પર કોઈ અસર પાડતી નથી.
ADVERTISEMENT
Women with long hair have more sex than ladies with shorter cuts, study finds #WorldNews #Korea #KoreaNews #KoreanNews #SouthKorea [Video] Researchers from Yonsei University in South Korea say that married women with long, high quality hair, have sex… https://t.co/Wk71jzA361
— Gabby Winters (@GabbyWEUNV) March 19, 2024
ADVERTISEMENT
204 પરિણિત યુગલોનો સ્ટડી
દક્ષિણ કોરિયાની ટીમે 204 પરિણિત કપલો પર સ્ટડી કર્યો હતો. આ કપલોને વાળની ગુણવત્તા, વાળની લંબાઈ, આકર્ષણ, જાતીય ઇચ્છા, જાતીય ઇચ્છા, જાતીય આવર્તન, જીવનસાથીની પ્રતિબદ્ધતા, સંબંધોનો સંતોષ અને જાતીય સંતોષ વિશે પૂછવામાં આવ્યું હતું જેમાં સંશોધકોને જણાવ્યું કે પુરુષોને લાંબા વાળવાળી સ્ત્રીઓ વધુ આકર્ષક લાગતી હતી, જેના પરિણામે પુરુષોમાં જાતીય ઇચ્છા વધી હતી.'
સેક્સ લાઈફ સુધારવી હોય તો વાળ વધારો
આ તારણોના આધારે સંશોધકો મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે જો તેઓ તેમની સેક્સ લાઇફ સુધારવા માંગતા હોય તો તેઓ વાળનું ખાસ ધ્યાન રાખે અને તેને લાંબા કરે.
ટીમના ઓથરે કહ્યું કે 'અમારો અભ્યાસ સૂચવે છે કે જે મહિલાઓ પોતાના વાળનું ધ્યાન રાખે છે તેમને રોમેન્ટિક પાર્ટનર મળતાં હોય છે અને તેમની સેક્સ લાઈફ પણ ઘણી સારી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ