બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / Will not get cheap crude oil! This plan of india may fail due to the war between Israel and Hamas

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / નહીં મળે સસ્તું કાચું તેલ! શું અટકી ગયો પેટ્રોલનો રસ્તો? ઈઝરાયલ અને હમાસની લડાઈના કારણે ફેલ થઈ શકે છે આ પ્લાન

Megha

Last Updated: 04:12 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું અનુમાન હતું કે આ મહિને ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 75 થી 80 ડોલરની સુધી પંહોચશે જેથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે પણ અચાનક થયેલ ઈઝરાયલ-હમાસના યુદ્ધે તે આશા પર પાણી ફેરવી નાખ્યું

  • ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ભારતીયો પર સીધી અસર? 
  • છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 8%નો વધારો થયો છે
  • અનુમાન હતું કે ક્રૂડ ઓઈલની કિંમત ઘટશે પણ યુદ્ધને કારણે પરિસ્થતિ બગડી?

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 84 ડોલરને વટાવી ગઈ છે. ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે બજારમાં અનિશ્ચિતતાને કારણે તેલના ભાવમાં ગઈકાલે 4%નો વધારો થયો હતો અને તે પ્રતિ બેરલ $87.50 પર પહોંચી ગયું હતું. તો બ્રેન્ટ ક્રૂડ ઈન્ટ્રાડે પ્રતિ બેરલ $88.41 પર પહોંચી ગયું છે. વધતા તણાવને કારણે છેલ્લા બે દિવસમાં તેલના ભાવમાં 8%નો વધારો થયો છે. જેના કારણે મોંઘવારી વધવાની સંભાવના પણ છે.

Israel-Palestine War: 700થી વધુ ઈઝરાયલી, 450 પેલેસ્ટાઈનીઓના મોત, છેલ્લા 48  કલાકમાં ગાઝામાં તબાહી જ તબાહી | Israel-Palestine War: 700થી વધુ ઈઝરાયલી,  450 પેલેસ્ટાઈનીઓના ...

ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ભારતીયો પર સીધી અસર? 
વાત એમ છે કે દરેક વ્યક્તિએ અનુમાન લગાવ્યું હતું કે આ મહિને ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 75 થી 80 ડોલરની સુધી પંહોચી જશે. જે બાદ નિષ્ણાતોએ તો એવું પણ કહેવાનું શરૂ કરી દીધું કે નવેમ્બરના પહેલા અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાનું શરૂ થઈ જશે. આ ઘટાડો રૂ.7 થી વધુ હોઈ શકે છે. જો કે આ અનુમાન લગાવવાની પાછળનું કારણ એ પણ હતું કે છેલ્લા 45 દિવસમાં સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વખત ઘટાડો કર્યો છે.

ઈઝરાયલ અને હમાસની લડાઈના કારણે ફેલ થઈ શકે છે આ પ્લાન 
પણ અચાનક થયેલ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધે ભારતની આ આયોજનને સંપૂર્ણપણે પાણી ફેરવી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોઈને નિષ્ણાતોએ એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા છે અને આગામી દિવસોમાં ફ્યુલના ભાવ ઘટવાના નથી. મહત્વનું છે કે એક રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે આ હુમલાની કોઈ અસર કાચા તેલની કિંમતોમાં જોવા નહીં મળે. તે પછી પણ અસ્થિરતાની શક્યતાઓ રહે છે.

Israel Hamas War: ઈઝરાયલ-હમાસ જંગની અસર છેક ભારત સુધી, લાગ્યા 4 મોટા ઝટકા,  જુઓ સાઇડ ઇફેક્ટ્સ | The effect of Israel-Hamas war reaches to India, 4  major shocks, see side effects

નહીં મળે સસ્તું કાચું તેલ! શું અટકી ગયો પેટ્રોલનો રસ્તો?
જો કે ક્રૂડ ઓઈલના પ્રવાહને લઈને કોઈ ખતરો દેખાતો નથી, પરંતુ ભવિષ્યમાં આ લડાઈ પ્રોક્સી વોરમાં ફેરવાઈ શકે છે, જેના કારણે અમેરિકા અને ઈરાન એકબીજા સાથે ફસાઈ શકે છે. સમસ્યા એ છે કે તેહરાન આ હુમલાઓમાં સામેલ હોવાનો આક્ષેપ કરીને તેની સામે કોઈપણ પગલાં લેવામાં આવી શકે છે, તો હોર્મુઝ દ્વારા શિપિંગ માર્ગો માટે ખતરો ઊભો થઈ શકે છે જે એક મહત્વનો માર્ગ છે. મહત્વનું છે કે ઈરાને તેને અગાઉ બંધ કરવાની ધમકી પણ આપી હતી. 

આ સિવાય એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે એ વાતની સંભાવના ઓછી થઈ ગઈ છે કે સાઉદી અરેબિયા દરરોજ 1 મિલિયન બેરલ ઉત્પાદનમાં ઘટાડો કરશે પણ એ શક્યતા વધી ગઈ છે કે ઇઝરાયલ ઇરાન પર હુમલો કરશે.

જો ઈરાન પ્રતિક્રિયા આપે છે અને  ઈઝરાયલ તરફથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ બગડવાની કોશિશ થાય છે તો માહોલ વધુ ખરાબ થઈ શકે છે. આ તે સેન્ટિમેન્ટ્સ છે જે ક્રૂડ ઓઈલના ભાવને ઉપર તરફ રાખી રહ્યા છે. એવો અંદાજ છે કે જૂનના મધ્ય સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત $100ને પાર કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ