બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Will it be hidden in Gujarat or Sambeladhar? A similar forecast from the Meteorological Department and Ambalal,

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં છુટોછવાયો પડશે કે સાંબેલાધાર? હવામાન વિભાગ અને અંબાલાલનું એક જેવુ અનુમાન, ચંદ્રયાન-3 મિશનમાં નવો વળાંક

Dinesh

Last Updated: 07:16 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે

રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા, વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે. 

In the next 24 hours it will rain in many areas of Gujarat, see the average percentage of rainfall in the season

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૦૬/૦૮/૨૦૨૩ ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ ની પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચી કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરીક્ષામાં 35 ટકા એટલે કે 70 ગુણ કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવાર તા. 17.09.2023 નાં રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે.  

છુટાછેડા બાદ કોઈ પત્ની પતિ સામે દહેજ અને ક્રૂરતાનો કેસ દાખલ કરી શકે? અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક નવો ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટેનો એક ચુકાદો છે કે છૂટાછેડા બાદ પણ પત્ની ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી શકે છે. જો કે આ માટે કેટલાક સંજોગો હોવા જોઇએ. પતિ કે સાસરિયાની ક્રૂરતા લગ્ન દરમિયાન બની હોય તો છૂટાછેડા બાદ પણ પત્ની કેસ કરી શકે છે.  કોર્ટનો આદેશ શુક્રવારે ઘરેલું હિંસા અને બહુપત્નીત્વનો આરોપ લગાવતી ફોજદારી ફરિયાદને ફગાવી દેતો આવ્યો હતો.છૂટાછેડા લીધેલી મહિલાએ તેના પૂર્વ પતિ, તેની નવી પત્ની અને પૂર્વ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ડિવોર્સ બાદ મહિલાએ પોતાના પૂર્વ પતિ પર વ્યભિચારનો આરોપ પણ લગાવ્યો હતો. જસ્ટીસ જે સી દોશીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ લગ્ન અકબંધ હતા ત્યારે પતિ દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા અથવા ત્રાસની ફરિયાદ કરી ન હતી. 

Gujarat HC Says Wife Can File Cruelty Case After Divorce Only For Incidents During Marriage

લવકુશ દ્વિવેદીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીના કાકા ઉંઝામાં પેઢી ધરાવે છે અને તેઓ વેપાર ધંધો કરે છે. જીએસટી વિભાગના અધિકારી દ્વારા આ પેઢી પર સ્થળ તપાસ કરી હતી અને પેઢીનાં કેસની તપાસના કામે નોટિસ આપી હતી. જીએસટીના અધિકારીઓ દ્વારા તેના કાકાની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી ન થાય તે માટે પોતે સીએમઓના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી હતી. તેમજ જીએસટી વિભાગના અધિકારીને ધાક ધમકી પણ આપી હતી. જીએસટીના અધિકારી ને શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરીને ફરિયાદ દાખલ કરી હતી.

 Lavkush Dwivedi, who was posing as a fake officer of the CMO, was arrested

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને ઝટકો આપ્યો છે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી. જે બાબતે અગાઉ પણ પ્રજ્ઞેશ પટેલે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જે સમગ્ર બાબતને લઈ આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે અને જામીન અરજી નામંજૂર કરી છે.

Anand News : આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીને અભદ્ર વીડિયો બનાવી ફસાવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કલેક્ટર ગઢવીની ઓફિસમાં કેતકી વ્યાસે જ કેમેરા લગાડાવ્યા હતા.કેતકી વ્યાસે સ્પાય કેમેરા ગોઠવવા સાથે એક મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હતી. આમ કલેક્ટરને ફસાવવા માટે કાયદેસરનું ષડયંત્ર યોજવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસની તપાસમાં કેતકી વ્યાસના જુના વિવાદનો પણ ખુલાસો થયો છે. વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. એટલું જ નહીં, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે જમીન ખરીદી હતી. આ જમીન ગેરકાયદે અને ખોટી રીતે ખરીદ્યાની માહિતી સામે આવી છે. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી.

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કર્યું છે. રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના કાર્યકરોએ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપી રિવાબાને સમર્થન જાહેર કર્યું છે. અગાઉ મેયર બીનાબેન કોઠારીના સમર્થનમાં તેમનો પરિવાર અને જૈન સમાજે ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. બંને સમાજે પોતાના સમાજના પ્રતિનિધિને સમર્થન આપતા જામનગરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

MLA Rivaba-Mayor Binaben fight comes to the fore, Jain and Kshatriya communities make representations

બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગની ઈસરોનું પ્લાનિંગ છે પરંતુ હવે ચંદ્રયાનના લેન્ડીંગને લઈને એક નવી વાત સામે આવી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે નક્કી કરીશું કે તે સમયે ચંદ્રયાનને ઉતારવું યોગ્ય છે કે નહીં.  જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ ન લાગે તો અમે 27 ઓગસ્ટે ચંદ્રયાનને ઉતારીશું. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ. 

landing on moon can also be postponed on august 23 chandrayaan 3

શરીરની ભૂખ ગમે તેવી સ્થિતિમાં માણસને હેવાન બનાવી દે છે, વાસનામાં આંધળા થયેલા આદમીને સંબંધો નથી દેખાતા અને પોતાની વાસનાપૂર્તિ માટે તે કોઈ કોડીભરી કન્યાનું જીવન બર્બાદ કરી નાખતા પણ ખચકાતો નથી. એક એવી છોકરી કે વિશ્વાસ રાખીને પોતાના મામાને ત્યાં રહી પરંતુ મામાએ પોતાની વાસનાપૂર્તિ માટે તેની સાથે જે ખેલ ખેલ્યો તે ખરેખર કંપાવી મૂકે તેવો છે. રાજધાની દિલ્હીમાં એક સરકારી અધિકારીના કૃત્યથી માનવતા શર્મસાર થઈ છે. કેજરીવાલ સરકારમાં મહિલા અને બાળ વિભાગમાં ડેપ્યુટી ડાયેરક્ટર પ્રમોદય ખાખાએ પોતાની ઘેર રહેલી 16 વર્ષની છોકરી પર વારંવાર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી આનાથી પણ આઘાત લાગે તેવું બીજું કામ તેની પત્ની સીમાએ કર્યું, સીમાએ પતિનું પાપ મિટાવી દેવા ગોળીઓ આપીને સગીરાનો ગર્ભ પડાવી દીધો. પોલીસે હવે આરોપી કપલની ધરપકડ કરી છે. 

how delhi government officer raped 14 year girl after death of her father

Supreme Court: સુપ્રીમ કોર્ટે (Supreme Court) દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે.મેડિકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર - મહિલાનો ગર્ભપાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તબીબી પ્રક્રિયા બાદ જો ભ્રૂણ જીવીત હોવાનું જાણવા મળે છે તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવી પડશે. સરકારે કાયદા અનુસાર બાળકને દત્તક આપવા માટે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ.

Abortion allowed to 27 weeks pregnant

India Squad for Asia Cup 2023 : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. નોંધનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. સિલેક્ટર્સ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર રહશે.રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Asia Cup 2023: BCCI Announced Team India, Rahul-Shreyas Along With Tilak Verma Got Place

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ