બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું ભારતમાં બેન થશે ISKCON? જગન્નાથ પુરીની ગોવર્ધન પીઠે એવી માંગ ઉઠાવી કે વિવાદ વકર્યો

નેશનલ / શું ભારતમાં બેન થશે ISKCON? જગન્નાથ પુરીની ગોવર્ધન પીઠે એવી માંગ ઉઠાવી કે વિવાદ વકર્યો

Last Updated: 11:08 AM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના હ્યુસ્ટનમાં અસમય રથયાત્રાના આયોજન અંગે ગોવર્ધન પીઠના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ઈસ્કોનને બૈન કરી દેવું જોઇએ.

ભારતમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની જગન્નાથ પુરીમાંથી માંગ ઉઠી છે. ગોવર્ધન પીઠે પણ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના હ્યુસ્ટનમાં અસમય રથયાત્રાના આયોજન અંગે ગોવર્ધન પીઠના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ઈસ્કોનને બૈન કરી દેવું જોઇએ.

ઇસ્કોને 9 નવેમ્બરે હ્યુસ્ટનમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રાને લઈને ઈસ્કોનની ટીકા થઈ રહી છે. હકીકતમાં ઈસ્કોને ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને પહેલાથી જ ખાતરી આપી હતી કે નિર્ધારિત સમય સિવાય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે નહીં. અમેરિકાના હ્યુસ્ટનમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ બિરાજમાન હતા. તેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ રાખવામાં આવી ન હતી. આ ઇસ્કોનના 'ફેસ્ટિવલ ઓફ બ્લિસ' દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પછી ઓડિશા સરકાર અને ભક્તોએ પણ આ કાર્યક્રમની ટીકા કરી છે.

પુરીના ગોવર્ધન પીઠના પ્રવક્તા માતૃ પ્રસાદ મિશ્રાએ કહ્યું કે આ કાર્યક્રમ ધર્મ વિરુદ્ધ હતો. તેમણે કહ્યું કે ભારતમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મિશ્રાએ જણાવ્યું હતું કે, હ્યુસ્ટનમાં ઇસ્કોને લેખિત ખાતરી આપી હતી કે તેઓ રથયાત્રાનું અસમયે આયોજન નહીં કરે. તેઓએ આપણા ધર્મ સાથે ષડયંત્ર રચ્યું છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને મિડિયા સાથે વાતચિતમાં કહ્યું કે આ મામલે માત્ર શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન જ નિર્ણય લેશે. જો કે મંદિર જે પણ નિર્ણય લેશે તેને રાજ્ય સરકાર સમર્થન આપશે. જ્યારે હ્યુસ્ટન ઇસ્કોન દ્વારા વેબસાઇટ પર એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અગાઉ મંદિરે મૂર્તિઓ સાથે રથયાત્રા કરવાનું વિચાર્યું હતું. જોકે સ્થાનિક લોકોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં યોજનામાં ફેરફાર કરાયો હતો.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં 15 કલાકમાં ત્રણ એન્કાઉન્ટર,1 આંતકી ઢેર, કિશ્તવાડમાં એક જવાન વીરગતિ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવાર માટે આવતા ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માંગે છે. તેમ જ પરંપરાનું સન્માન કરવું પણ જરૂરી છે. આવતા મહિને ભારતમાં ઇસ્કોન અને પુરીના પદાધિકારીઓ વચ્ચે બેઠક થશે અને જે પણ સંમતિ હશે તે મુજબ કામ કરવામાં આવશે. પરંપરાગત કેલેન્ડર અને ભક્તોની ઈચ્છાઓ બંનેને ધ્યાનમાં રાખીને કોઈક ઉપાય શોધવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Rath Yatra National iskcon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ