ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગેસ સિલિન્ડર થશે મોંઘું? સરકારી સબસિડી પર અસર, લોકોની વધી ચિંતા

બિઝનેસ / ગેસ સિલિન્ડર થશે મોંઘું? સરકારી સબસિડી પર અસર, લોકોની વધી ચિંતા

Published By: Nirav Kumar

Last Updated: 10:48 PM, 29 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનમાં ચાલી રહેલા ક્રાઈસીસની અસર હજુ પણ ભારત પર પડી રહી છે. જો આ સ્થિતિ બરકરાર રહે તો નાણાકીય વર્ષ 2027 સુધીમાં LPG પર અંડર-રિકવરી આશરે 80,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ADVERTISEMENT

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જીયો પોલીટીકલ તણાવની સીધી અસર હવે ભારતીય નાગરિકો અને કંપનીઓના ખિસ્સા પર પડી રહી છે. જેમાં રેટિંગ એજન્સી ICRA મુજબ જો વર્તમાન પરિસ્થિતિઓ ચાલુ રહે તો નાણાકીય વર્ષ 2027 સુધીમાં LPG પર અંડર-રિકવરી આશરે 80,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. અંડર-રિકવરીનો મતલબ એ કે ઓઈલ કંપનીઓ તેમની અસલી કિંમત કરતા ઓછી કિંમતે ગેસ સિલિન્ડર વેચે છે, અને તેમને આ તફાવતને સહન કરવો પડે છે. આ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની કમાણી અને નફા પર સીધી અસર કરી રહી છે.

ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તેનાથી કંપનીઓના માર્જિન પર દબાણ વધ્યું છે. એવો અંદાજ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 120-125 ડોલરની આસપાસ રહે તો પેટ્રોલ પર પ્રતિ લિટર 14 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 18 રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. આ સિવાય મિડલ ઇસ્ટમાંથી LPG સપ્લાયમાં વિક્ષેપોને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવમાં મોટો વધારો થયો છે.

VTV DIGITAL

પરંતુ ભારતે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી LPG આયાત વધારીને પુરવઠાને કંઈક અંશે બેલેન્સ કર્યો છે, તેમ છતાં કંપનીઓનું નુકસાન હજુ પણ ઘટાડવામાં નિષ્ફળ રહ્યું છે. આ અસર માત્ર ગેસ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. આ સ્થિતિ ફર્ટિલાઇઝર, કેમિકલ અને શહેર ગેસ વિતરણ જેવા અનેક ક્ષેત્રો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી,એમોનિયા અને સલ્ફર જેવા કાચા માલના વધતા ભાવે ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો કર્યો છે.

જેના લીધે સરકારનો સબસિડી બોજ વધવાની શક્યતા છે. ICRAનો અંદાજ છે કે ખાતર સબસિડી નાણાકીય વર્ષ 2027 માં 2.05 લાખ કરોડથી 2.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે વર્તમાન બજેટ કરતા ખુબ વધારે છે. આ દરમિયાન કેમિકલ અને પોલિમર ક્ષેત્રોમાં વધતા ખર્ચ કંપનીઓના માર્જિન પર દબાણ લાવશે, પણ અમુક વિશેષ કેમિકલ કંપનીઓ પ્રમાણમાં સુરક્ષિત રહી શકે છે.

વધુ વાંચો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી..., 1 મેથી બદલાઇ જશે આ નિયમો

આમ, વધતી એનર્જીની કિંમતો અને પુરવઠાની અનિશ્ચિતતા નજીકના ભવિષ્યમાં અનેક ક્ષેત્રોની કમાણીને અસર કરી શકે છે. જ્યારે સરકાર અને કંપનીઓ પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો તેની અસર સામાન્ય ગ્રાહક સુધી પહોંચી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Crisis LPG Prices Crude Prices

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ