બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / આખરે ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં કેમ વધ્યો વિદેશ જવાનો મોહ? રશિયા-યુક્રેનને ભૂલી ગયા!

મહામંથન / આખરે ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં કેમ વધ્યો વિદેશ જવાનો મોહ? રશિયા-યુક્રેનને ભૂલી ગયા!

Last Updated: 10:32 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિર્ગિસ્તાનથી વિદ્યાર્થીઓ પરત આવવા માગે છે અને આ માટે રાજ્ય સરકાર તેમજ ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે

કિર્ગિસ્તાનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. ગત 13મેથી કિર્ગિસ્તાનમાં પરિસ્થિતિ વણસી છે. 100થી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓ હાલ કિર્ગિસ્તાનમાં ફસાયેલા છે. કિર્ગિસ્તાનથી વિદ્યાર્થીઓ પરત આવવા માગે છે અને આ માટે રાજ્ય સરકાર તેમજ ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. પરંતુ સવાલ પહેલો એ થાય કે કિર્ગિસ્તાનમાં સ્થિતિ કેમ વણસી? તેના કારણો પર નજર કરીએ તો

કિર્ગિસ્તાનમાં સ્થિતિ કેમ વણસી ?

13મેના રોજ ઈજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી. કિર્ગિસ્તાનનો સ્થાનિક ઈજિપ્તના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ચોરી કરતા ઝડપાયો હતો. જેથી વિદ્યાર્થીઓના એક જૂથે ચોરને માર માર્યો હતો.ચોરને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ સ્થાનિકો રોષે ભરાયા અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. બસ ત્યારથી કિર્ગિસ્તાનમાં વંશીય હુમલાના બનાવ વધી રહ્યાં છે. બહારના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ મળે છે. સ્થાનિકોમાં બહારથી આવતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ સામે અનહદ રોષ છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ શું કહે છે ?

તેઓ કહે છે કે કિર્ગિસ્તાનમાં પરિસ્થિતિ વણસી છે. ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. તકલીફ એ પણ છે કે તેમની પાસે ખોરાક-પાણી ખૂટી રહ્યાં છે. વીજળીની પણ સમસ્યા ઉભી થઈ છે. ઘરની બહાર નિકળી શકાતું નથી. બહાર નીકળે તો સતત હુમલાની ભીતી રહે છે. તેઓ કહે છે કે તેમને વહેલી તકે ઘરે પરત આવવું છે

તેમના ઘર પાસે પોલીસનો પહેરો છે. ધીમે-ધીમે વાતાવરણ કાબૂમાં આવશે. તેઓ કહે છે કે કિર્ગિસ્તાનની સરકારે તેમની વાત સાંભળી છે. ભારત જવા માટેની ફ્લાઈટ શરૂ થઈ ચુકી છે. તેઓની અપીલ છે કે સરકાર તેમને સત્વરે ઘરે પરત ફરવામાં મદદ કરે

MBBS માટે કિર્ગિસ્તાનની પસંદગી કેમ ?

અહીં સવાલ એ પણ થાય કે MBBS માટે કિર્ગિસ્તાનની પસંદગી કેમ કરી આ વિદ્યાર્થીઓેએ અથવા તો શા માટે ભારતીય વિદ્યાર્થીઓ ભારતને બદલે આ દેશમાં MBBS કરવાનો નિર્ણય લે છે, તેના કારણો પર નજર કરીએ તો

કિર્ગિસ્તાનમાં તબીબી શિક્ષણ સસ્તું છે, ત્યાં MBBSનો કુલ ખર્ચ 30 થી 40 લાખ રૂપિયા છે.જ્યારે ભારતની મેડિકલ કોલેજોમાં MBBS માટેની કુલ ફી અંદાજે 70 લાખથી 1 કરોડે પહોંચે છે. ત્યાં NEET UG સ્કોર નીચો હોય તો પણ કિર્ગિસ્તાનમાં પ્રવેશ મળી જાય છે. 40-50 પર્સન્ટાઈલનો NEET UG સ્કોર હોય તો કિર્ગિસ્તાનમાં MBBSમાં પ્રવેશ મળે છે. કિર્ગિસ્તાનમાં MBBS બેઠક વધુ છે એટલે પ્રવેશ સરળતાથી મળી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Indian Students Kyrgyzstan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ