બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Why tampering with religious faith becomes a hit movie formula

મહામંથન / ધાર્મિક આસ્થા સાથે છેડછાડ હિટ ફિલ્મની ફોર્મ્યૂલા કેમ બને છે? સર્જનાત્મકતાના નામે મનમાની કેમ?

Dinesh

Last Updated: 09:50 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ સાથે વિવાદ જોડાયો એમ ફિલ્મની કમાણી પણ વધી જાયે તેવી ચર્ચાઓ જાગી છે, ફિલ્મ સફળ કરવા વિવાદ ઉભો કરવો જાણે કે શિરસ્તો બની ગયો છે.

  • ફિલ્મોમાં ધાર્મિક આસ્થા સાથે છેડછાડ કેમ?
  • ધર્મ-સર્જનાત્મકતાના નામે ફિલ્મ સર્જકોની મનમાની !
  • 'આદિપુરુષ'માં રામાયણને વળગી કેમ ન રહ્યા?'

જાણકારો એવું કહે છે કે ફિલ્મો એ સમાજનું દર્પણ છે. પણ આપણે જો રામાયણ કે મહાભારતની વાત કરીએ તો શબ્દ ચોર્યા વગર એવું જ કહેવું પડે કે ન માત્ર ફિલ્મ પણ ભારતીય સમાજજીવનની કોઈપણ ઘટના હોય તેના મૂળિયા રામાયણ કે મહાભારતમાં હોય, હોય ને હોય જ. વાત જો રામાયણની કરીએ તો આજકાલ રામાયણને આધાર રાખીને બનાવાયેલી બહુચર્ચિત ફિલ્મ આદિપુરુષ ચર્ચામાં છે. શ્રીરામ ભલે મર્યાદા પુરુષોત્તમ હોય પણ ફિલ્મને લઈને વિવાદ અમર્યાદ છે. સમય વીતશે એમ કદાચ લોકો ફિલ્મ અને વિવાદ બંને ભૂલી જશે પણ હવે સમાજ, ફિલ્મસર્જક કે ફિલ્મ સાથે સંકળાયેલા તમામે એક મુદ્દો ગંભીરતાથી વિચારવો પડશે અને તે મુદ્દો એ છે કે કોઈ ફિલ્મને હિટ કરવી છે તો તેની વાર્તા મહત્વની કે વિવાદ મહત્વના. તાજેતરનું જ ઉદાહરણ લઈએ તો પઠાણ ફિલ્મમાં ભગવા વસ્ત્રનો વિવાદ બહુ જાણીતો છે અને ભારે વિવાદ છતા ફિલ્મ પહેલા જ દિવસે કરોડો રૂપિયા કમાઈ ગઈ હતી. આદિપુરુષમાં પણ સંવાદને લઈને વિવાદ છે, પાત્રના ચિત્રણને લઈને વિવાદ છે, લોકોમાં રોષ પણ છે પણ ટિકિટબારી ઉપર તો જાણે કે પ્રેમ જ ઉભરાયો છે અને ફિલ્મે બે કે ત્રણ દિવસની અંદર ગ્લોબલ લેવલે 240 કરોડ જેટલા રૂપિયા કમાઈ લીધા. શું હવે એવો સમય આવશે કે જયારે સર્જક એવું જ વિચારશે કે ફિલ્મના બનાવટમાં ભલે દમ ન હોય પણ ઈરાદાપૂર્વક કોઈ વિવાદ ઘૂસાડી દો એટલે ફિલ્મને જોઈતું ફૂટેજ મળી જશે. રામાયણ જેવી વાતનો આધાર લઈને કોઈ સર્જક ફિલ્મ બનાવે છે તો એ સર્જક એટલું કેમ નથી વિચારતો કે રામ અને રામાયણ પોતે જ સંપૂર્ણ કૃતિ છે તો પછી તેને વફાદાર કેમ ન રહી શકાય, સર્જનાત્મકતાનું નામ આપીને પાત્રના સંવાદ કે ચિત્રણ લોકોની ભાવના આહત થાય એવી રીતે કેમ રજૂ કરવા. 

વિવાદ જોડાયો એમ ફિલ્મની કમાણી વધી ?
ફિલ્મ સાથે વિવાદ જોડાયો એમ ફિલ્મની કમાણી પણ વધી જાયે તેવી ચર્ચાઓ જાગી છે. ફિલ્મ સફળ કરવા વિવાદ ઉભો કરવો જાણે કે શિરસ્તો બની ગયો છે. ફિલ્મમાં એવા તત્વો ઉમેરવામાં આવે કે જેનાથી વિવાદ ઉભો થાય છે તેમજ વિવાદ વધે એટલે ટીકા ભલે થાય પણ ફિલ્મ વિશે ઉત્કંઠા વધે છે. વિવાદ વધુ ન વકરે એટલે ફિલ્મ મેકર્સ માફી માગી લે
ફિલ્મમાં સમય જતા જરૂરી ફેરફાર કરવાની ખાતરી આપવામાં આવે છે. એકંદરે ટ્રોલિંગ, ટીકાની વચ્ચે ફિલ્મ સારો એવો વકરો કરી લે છે. તાજેતરની ફિલ્મ આદિપુરુષમાં પણ આ જ રીતે વિવાદ થયો છે. ફિલ્મ રામાયણ પર આધારીત હતી પરંતુ વિવાદમાં સપડાઈ છે.

વિવાદ છતા કરોડોની કમાણી
આદિપુરુષ ફિલ્મ બંપર કમાણી કરવામાં સફળ રહી છે ત્યારે રિલીઝ થયાના બે દિવસમાં ફિલ્મ 240 કરોડ રૂપિયા કમાઈ હતી અને સમીક્ષકોએ ફિલ્મને નબળી ગણાવી છતા ફિલ્મની કમાણી વધી છે. ટ્રેન્ડ યથાવત રહ્યો તો ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી પણ કરી શકે છે

`આદિપુરુષ' ફિલ્મનો વિવાદ શું છે?
આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તે સમયથી વિવાદમાં હતી તેમજ ટ્રેલર રજૂ થતાની સાથે વિવાદ થતા ફિલ્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે તે સમયે રાવણના પાત્રનું ચિત્રણ વિવાદીત હતું. ટીકાઓનો મારો થતા રાવણના પાત્રના દેખાવમાં ફેરફાર કરવામાં આવ્યા અને ફિલ્મ રિલીઝ થયા બાદ VFX અને સંવાદની વ્યાપક ટીકા થઈ છે. હનુમાન, મેઘનાદ, અંગદ સહિતના પાત્રના કેટલાક સંવાદ સામે વિરોધ પણ થયો તો ફિલ્મમાં રાવણનું પાત્ર પુષ્પક વિમાનને બદલે ચામાચીડિયા ઉપર સવારી કરે છે

ફિલ્મના બચાવમાં તર્ક શું છે?
આદિપુરુષ ફિલ્મ મુદ્દે વિવાદ સર્જાતા ફિલ્મના સર્જકોએ વલણ બદલ્યું છે. ફિલ્મ મેકર્સે ફિલ્મના વાંધાજનક સંવાદ બદલવાની જાહેરાત કરી તેમજ ફિલ્મના સંવાદ લેખક મનોજ મુંતશીર સામે પણ ટીકાઓનો મારો ચાલ્યો છે. મનોજ મુંતશીરે બચાવમાં કહ્યું કે અમે રામાયણનો આધાર લીધો છે. ફિલ્મના લેખકનો તર્ક છે કે વડીલો પાસેથી જે રામાયણ સાંભળી તે જ ભાષામાં રજૂ કરી છે. જે ભાષામાં વાર્તા સાંભળી છે એવા જ સંવાદ અહીં લખાયા છે તેવો તર્ક રજૂ થયો છે તો લેખકે એવો પણ બચાવ કર્યો કે ફિલ્મને આધુનિક બનાવવાનો કોઈ વિચાર નથી

`આદિપુરુષ'ફિલ્મમાં તથ્યાત્મક ખામી શું?
ફિલ્મમાં પુષ્પક વિમાન દર્શાવાયું નથી તેમજ રાવણને ચામાચીડિયાને માસ ખવડાવતો દર્શાવાયો છે તેમજ શબરી મુલાકાતનો પ્રસંગ ખોટી રીતે રજૂ કરાયો છે. મેઘનાદ વધ લક્ષ્મણજી ખંજરથી કરે છે અને રામ-લક્ષ્મણ ચામડાના વસ્ત્ર અને જૂતા પહેરે છે. સીતાજી રંગીન વસ્ત્રોમાં આભૂષણ સાથે દર્શાવ્યા છે અને સંજીવની બુટ્ટી વિભીષણની પત્નીના કહેવાથી લાવવામાં આવે છે જે ખોટું છે. વિભીષણની પત્નીને વૈદ દર્શાવવામાં આવી છે જે તથ્યથી વિપરીત છે અને વિભીષણની પત્નીને લૉ કટ બ્લાઉઝમાં દર્શાવવામાં આવી છે.

  • વિવાદ છતા ધીકતી કમાણી

તાજેતરની ફિલ્મો કઈ?

  • ધ કેરલ સ્ટોરી
  • પઠાણ
  • ધ કશ્મીર ફાઈલ્સ
  • પદ્માવત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ