બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why stones are thrown in calm water in Gujarat during festivals?

મહામંથન / તહેવારોમાં ગુજરાતમાં શાંત પાણીમાં પથ્થર કેમ ફેંકાય છે? ષડયંત્ર કરે છે કોણ? કાયદાનો ડર કેમ ગાયબ

Vishal Khamar

Last Updated: 10:04 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરાનાં મંજુસરમાં ગણેશ વિસર્જન દરમ્યાન તથા નર્મદામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટનાં બની હતી. ઘટનાને લઈ પોલીસ દ્વારા 18 શખ્સ વિરુદ્ધ નામજોગ તો 20થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ફરી એકવાર તહેવાર સમયે જ રાજ્યનો સૌહાર્દ બગાડવાનો હીન પ્રયાસ થયો. આ વખતે ષડયંત્રનું કેન્દ્ર હતું નર્મદાનું સેલંબા ગામ. બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા ઉપર પથ્થરમારો થયો, પથ્થરમારા બાદ આગચંપીની પણ ઘટના બની. હંમેશની જેમ સમય જતા પોલીસ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, રાજ્યના ડીજીપી પણ સમગ્ર ઘટના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આવા છમકલા કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે.

  • ધર્મના નામે ટાર્ગેટ કરીને થઈ રહ્યા છે હુમલા
  • હિન્દુઓની રેલી, તહેવારો સમયે શાંતિ ડહોળવા પ્રયાસ
  • પથ્થરમારો અને આગચંપી કરીને શાંતિ ભંગ કરવામાં આવી રહી છે

વાત એકલા નર્મદાના સેલંબા ગામની નથી કારણ કે ગણેશ વિસર્જન દરમિયાન પણ ઘોઘંબા અને વડોદરાના મંજુસરમાં માથાકૂટ થઈ. આ પહેલા ખેડા, જૂનાગઢ અને રામનવમીએ વડોદરામાં થયેલી બબાલ  જાણીતી જ છે. મોટેભાગે એવું બનતું આવે છે કે હિંદુ ધર્મના તહેવાર હોય એવા સમયે જ રાજ્યમાં છમકલાની ઘટના વધી તો પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. એવા કોણ અસામાજિક તત્વો છે જે તહેવાર ટાણે જ સૌહાર્દ બગાડે છે.  શાંતિ ડહોળવાના ષડયંત્ર કરતા લોકોને ષડયંત્રને અંજામ આપે એ પહેલા જ કેમ નથી પકડી લેવાતા.

  • સાવલીના મંજુસરમાં પણ ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો થયો હતો
  • ખેડાના ઠાસરામાં પણ શિવજીની સવારી પર પથ્થરમારો થયો હતો
  • પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું 

ધર્મના નામે ટાર્ગેટ કરીને હુમલા થઈ રહ્યા છે. હિન્દુઓની રેલી, તહેવારો સમયે શાંતિ ડહોળવા પ્રયાસ કરાઈ રહ્યો છે.  પથ્થરમારો અને આગચંપી કરીને શાંતિ ભંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં નર્મદાના સેલંબામાં શોર્ય યાત્રા પર પથ્થરમારો થયો હતો. સાવલીના મંજુસરમાં પણ ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો થયો હતો. ખેડાના ઠાસરામાં પણ શિવજીની સવારી પર પથ્થરમારો થયો હતો. પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું હતું.

  • નર્મદાના સેલંબા ગામમાં શૌર્ય જાગરણ યાત્રા પર હુમલો
  • વિધર્મીએ યાત્રા પર કર્યો હતો પથ્થરમારો
  • પથ્થરમારા બાદ અફરાતફરીનો સર્જાયો હતો માહોલ

નર્મદાના સેલંબામાં શું થયું?

નર્મદાના સેલંબા ગામમાં શૌર્ય જાગરણ યાત્રા પર હુમલો થયો હતો.  વિધર્મીએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહોલ ગરમાતા સેલંબામાં આગચંપીના બનાવ બન્યા હતા. વિધર્મી લોકોએ પથ્થરમારો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના સેલ છોડીને મામલો શાંત પાડ્યો હતો.

  • સાવલીના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો થયો હતો
  • ટ્રેક્ટરમાં ગણેશજીની પ્રતિમા લઈને વિસર્જન માટે જતા સમયે પથ્થરમારો
  • ગરાસિયા મહોલ્લામાં યાત્રા પહોંચતા જ થયો હતો પથ્થરમારો

વડોદરામાં શું થયું હતું?

સાવલીના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન સમયે પથ્થરમારો થયો હતો. ટ્રેક્ટરમાં ગણેશજીની પ્રતિમા લઈને વિસર્જન માટે જતા સમયે પથ્થરમારો થયો હતો. ગરાસિયા મહોલ્લામાં યાત્રા પહોંચતા જ પથ્થરમારો  થયો હતો. મકાનો પરથી વિસર્જન યાત્રા પર પથ્થર ફેંકાયા હતા. પથ્થરમારામાં 3થી 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી. ટોળા વિખેરીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 18 શખ્સ વિરુદ્ધ નામજોગ, 20થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. આરોપીઓ ઘર છોડીને ફરાર થઈ ગયા છે. 4થી 5 આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. 

  • 18 શખ્સ વિરુદ્ધ નામજોગ, 20થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ
  • આરોપીઓ ઘર છોડીને ફરાર થઈ ગયા છે
  • 4થી 5 આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી

ઠાસરાની શાંતિ કેમ ડહોળાઈ હતી?

ખેડાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. શિવજીની સવારી પર એક જૂથે હુમલો કર્યો હતો. વિધર્મીઓએ ધાબા પરથી પથ્થર ફેંક્યા હતા. ઠાસરામાં થયેલો પથ્થરમારો પૂર્વઆયોજીત કાવતરું હતું. ધાબા પર પહેલાથી જ પથ્થર એકઠા કરવામાં આવ્યા હતા. પોલીસે 3 ફરિયાદ દાખલ કરી 11 આરોપીને ઝડપ્યા હતા. 1500થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પથ્થરમારામાં 2 નગરસેવક અને નગરસેવકના પતિની સંડોવણી ખુલી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ